<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૦૧માં રૂ.૧.૩૯ કરોડના ખર્ચે ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્‍તારમાં ડીઆઈ પાઈપલાઈન નખાશે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં રૂ.૧.૩૯ કરોડના ખર્ચે ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્‍તારની વી.-૮૮ સોસાયટીમાં (નવા ૧૫૦' રીંગ રોડ પર એસ.આર.પી. કેમ્‍પ સામે) ‘જનભાગીદારી યોજના' હેઠળ ૧૫૦એમ.એમ. તથા ૧૦૦ એમ.એમ. ડાયા.ની ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ કેબીનેટ મંત્રીશ્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા,  ડૉ.અલ્‍પેશભાઇ મોરજરીયા,  દુર્ગાબા જાડેજા તથા હિરેનભાઇ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:06 PM IST)