<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૧૭માં પારડી મેઇન રોડ પર સ્‍પોર્ટસ સંકુલ બનશેઃર૬.૭ર કરોડ મંજુર

    રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૭માં રૂા. ૨૬.૭૨ કરોડના ખર્ચે પારડી મેઇન રોડ પર ટી.પી. સ્‍કીમ નં.૫, અંતિમ ખંડ નં.૨૪૩ માં સ્‍પોર્ટસ સંકુલ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર વિનુભાઇ ઘવા, રવજીભાઇ મકવાણા,  અનિતાબેન ગોસ્‍વામી તથા કીર્તિબા રાણા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:08 PM IST)