તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પાઇપલાઇન કામમાં અડધા શહેરના ૩૧ લાખના રસ્તાઓનો કચ્ચરધાણ
સેન્ટ્રલ ઝોનમાં ૬ વોર્ડના વિવિધ વિસ્તારના રસ્તાઓ ૩૧.૩૧ કરોડનાં ખર્ચે ડામરથી મઢી ટનાટન બનાવાશે : સર્વેશ્વર વોકળાનું વધારાનું કામ ૭૭ લાખના ખર્ચે થશે : ૩ર દરખાસ્તોને હરીઝંડી

રાજકોટ તા. ૨૫: મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં દક્ષિણ ઝોનલ કચેરી અને કોર્ટ સંકુલની દરખાસ્ત મુખ્યત્વે હતી. તેવી જ રીતે શહેરભરમાં ચાલી રહેલ ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન તોડવામાં આવેલા રોડ-રસ્તાનું રિકાર્પેટ કરવા માટેનો રૂા. ૩૧.૩૧ કરોડનું જંગી ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં. ૧૩ અને વોર્ડ નં. ૭માં રૂા. ૧૪થી ૧૮ કરોડનો ખર્ચ તુટેલા રોડ-રસ્તા રિપેર કરવામાં થશે.
મનપાની આજે મળેલ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે ૩૨ દરખાસ્તોના રૂા. ૧,૧૭,૨૯,૫૬,૧૨૮ના વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે. ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન શહેરભરના રોડ રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે. જેપૈકી વોર્ડ નં. ૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭ના વિસ્તારોમાં ડામર કાર્પેટ અને રિકાર્પેટ કરવાનો રૂા. ૩૧.૩૧ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્ય છે. અન્ય દરખાસ્તોમાં કોઠારિયા રોડ ઉપર નવી દક્ષિણ ઝોનલ ઓફિસ તેમજ પારડી રોડ ઉપર સ્પોર્ટસ સંકુલ તથા વોટરવર્કશ ડીઆઈ પાઈપલાઈન, સ્ટ્રોમ વોટર, કેમીકલ ખરીદી, આઈટી વિભાગ, રમત ગમત, વોકળા કામ, ડ્રેનેજ, લાઈટીંગ, આવાસ યોજના અને લીગલ ઈન્ટર્ન ભરતી સહિતની દરખાસ્ત મંજુર કરી રૂા. ૧૧૭ કરોડના ખર્ચને બહાલી આપવામા ંઆવી હતી. સ્ટેન્ડીંગ કમિટિમાં સર્વેヘર ચોકમાં હયાત વોકળો ડાયવર્ટ કરી નવુ બોક્સ કલવર્ટ બનાવવાના કામ અંતર્ગત વધારાના કામ માટે રૂા. ૪ કરોડની માંગણી કરવામાં આવેલ જેની દરખાસ્ત ગતસ્ટેન્ડીંગમાં નામંજુર કરી રિટેન્ડર કરવામાં આવેલ જેની દરખાસ્ત ફરી આવતા હવે ફક્ત રૂા. ૧.૭૭ કરોડના વધારાના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. જેના લીધે પ્રજાના ત્રણ કરોડથી વધુ રૂપિયાનો બચાવ થયો હોવાનું સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
લીગલ ઈટર્ન
મહાનગરપાલિકાની લીગલ શાખામાં લીગલ ઈટર્નની ત્રણ પોસ્ટ ભરવા માટે અને તેમને પગાર ૧ લાખ રૂપિયા આપવાની દરખાસ્ત ગત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવેલ પરંતુ ફક્ત માર્ગદર્શન માટે ત્રણ ઈન્ટર્નને દર માસે રૂા. ૩ લાખ વધારે કેવાય તેમ જણાવી દરખાસ્ત ચર્ચા કરવા માટે પરત મોકલવામાં આવેલ જે દરખાસ્ત આજનીસ્ટેન્ડીમાં આવતા એક લાખનો પગાર આપવાનું મંજુર કરવામાં આવ્યું છે. અને આ મુદ્દે ચેરમેને જણાવેલ કે, સુપ્રીમ કોર્ટ કે તથા હાઈકોર્ટની. આ ઉપરાંત વોર્ડ નં. ૬માં રાજીવ આવાસ યોજના-ગોકુલનગર પ્રોજેકટમાં ૩૯ લાખના ખર્ચે રીનોવેશન, વોર્ડ નં. ૩માં ભૂર્ગભ ગટર ફરીયાદ નિકાલ રૂા. પ૦ લાખના ખર્ચે તથા ૬૦ લાખના ખર્ચે છોટુનગરમાં આંગણવાડી બનાવવા ટોચના વિકાસ કામો મંજુર.
પેનલોને માર્ગદર્શન આપવા માટે ઈન્ટર્ન રાખવાની જોગવાઈ હોય અંતે ત્રણ ઈર્ન્ટનની નિમણુંક કરવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. (૯.રર)
પહેલગામ અને સીટી બસ અકસ્માતના મૃતકોને મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવતી સ્ટેન્ડીંગ કમિટી
રાજકોટ : મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સંકલન અને સ્ટેન્ડીંગ માટે ઉપસ્થિત રહેલા અધિકારીઓ તેમજ સ્ટેન્ડીંગના સભ્યોએ સંકલન શરૂ થાય તે પહેલા પહેલગામ આતંકવાદી હુમલામાં મળત્યુ પામેલા અને સીટીબસ દુર્ઘટનામાં મળત્યુ પામેલા તમામ સદગતોને મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પહેલગામ હુમલાના શોધમાં
ગુજરાત સ્થાપના દિનનો કાર્યક્રમ રદ
રાજકોટ : આગામી તા. ૧ મે ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિતે મહાનગરપાલિકા દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજનકરવામાં આવતું હોય છે. આ વખતે પણ જૂના ગીતોની મ્યુઝીકલ નાઈટ યોજવાનું નક્કી કરવામાં આવેલ જેની સત્તાવાર જાહેરાત બાકી હતી. જ્યારે પહેલગામમાં આતંકી હુમલોથતાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજતા મળતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી કોર્પોરેશને સંવેદના દાખવી ૧ મે ના રોજ યોજાનાર તમામ કાર્યક્રમો રદ કર્યાનું જાણવા મળેલ છે.
કયા કયા કામોમાં કેટલાનો ખર્ચ મંજુર
કામની વિગત રકમ
રસ્તા કામ ૩૧.૩૧ કરોડ
વોટર વર્કસ ૧.૮૮ કરોડ
ડીઆઈ પાઈપલાઈન ૫૧.૬૦ લાખ
સ્ટોમ વોટર ડ્રેઈન ૭૪.૯૭ લાખ
બોક્સ કલવર્ટ ૧.૭૭ કરોડ
કેમીકલ ખરીદી ૧૬.૬૦ લાખ
આઈટી વિભાગ ૨.૩૬ લાખ
સ્પોર્ટ સંકુલ ૨૬.૭૨ કરોડ
વોકળા કામ ૭૭ લાખ
ડ્રેનેજ ૧.૪૧ કરોડ
ઝોનલ ઓફસ ૩૩.૧૪ કરોડ
લીગલ ઈન્ટર્ન ૩૬ લાખ
કુલ ખર્ચ ૧,૧૭ લાખ
(3:09 PM IST)










