<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ખાદ્યતેલોમાં તેજી : ફરી ભાવ વધ્‍યા

સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. નો ઉછાળો

રાજકોટ, તા., ૨૫ : ખાદ્યતેલોમાં સતત મંદી બાદ આજે ફરી તેજી જોવા મળી હતી. સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો.

સ્‍થાનીક બજારમાં ખાદ્યતેલોમાં નીચા મથાળે ઘરાકી નિકળતા સીંગતેલમાં ૧૦ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રાનો ભાવ ૧ર૮૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧ર૯૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૨૫૫ થી ર૩૦પ રૂા.ે હતા તે વધીને રર૬પ થી ર૩૧પ રૂા.ની સપાટીએ ભાવ પર્હોંચ્‍યા હતા. સીંગતેલના ભાવ છેલ્લા ૪ વર્ષના તળીયે પહોચ્‍યા હતા. અને આજે ફરી વધારો થયો છે. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં  પણ ૧૦ રૂા.નો  ઉછાળો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૩પ હતા તે વધીને ૧ર૪પ અને કપાસીયા ટીનના ભાવ ર૧૯ં૦ થી રર૪૦ં રૂા. હતા તે વધીને રર૦૦ થી રરપ૦ રૂા. થયા હતા. (૪.૨૮)

(4:19 PM IST)