<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

કુવાડવા રોડ પર શ્રીનાથજી પાર્કમાં નાગરીક બેંકની ૧ કરોડ ર૦ લાખની બાકી પ્રશ્‍ને મકાનને સીલ મરાયું

પૂર્વ વિસ્‍તારના મામલતદાર દ્વારા કાર્યવાહીઃ કલેકટરને રીપોર્ટ કરાયો

રાજકોટ, તા. રપઃ કલેકટર રાજકોટ ના ઘી સિકયુરાઈઝેશન એન્‍ડ રીકન્‍સ્‍ટ્રક્‍શન ઓફ ફાઇનાન્‍સીયલ એસેટસ એન્‍ડ એરફોર્સમેન્‍ટ ઓફ સિકયુરિટી  ઇન્‍ટરેસ્‍ટ એક્‌-૨૦૦૨ તળે સિકયોર્ડ એસેટ નો કબજો લેવા બાબત નો હુકમ કરવામાં આવેલ હતો. તેના માટેની નોટિસ ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા બજવેલ હતી.

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા  રાજેશભાઈ નરશીભાઈ ઢોલરીયા અને મહેશભાઈ નરશીભાઈ ઢોલરીયા ને રાજકોટ શહેરના આવેલ કુવાડવા રોડ આવેલ ‘શ્રીનાથ પાર્ક' શેરી નં-૨ માં આવેલ ‘વ્રજ કુટિર' મકાન રેવન્‍યુ સર્વે નં.૧૧૦ પૈકીનાં બિનખેતીનાં રહેણાંક પ્‍લોટ્‍સ પૈકી સબ પ્‍લોટ નં. ૩૬ થી ૪૦/જે ની જમીન ચો.મી.૬૧-૨૩ ઉપર  રહેણાંક મકાન નો કબજો આજરોજ મામલતદાર એસ. જે. ચાવડા અને સત્‍યમ શેરસીયા દ્વારા લેવાયો અને બેંકને સોંપણી કરાઇ હતી. મિલકત ઉપર તા. ૩૦/૦૬/૨૦૧૨ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. ૧,૨૦,૪૯,૭૦૯-૨૩ અને ત્‍યારબાદના ચડત વ્‍યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્‍યો.

(3:48 PM IST)