<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન દ્વારા શપથવિધિ કાર્યક્રમઃ પ્રમુખ પદે ચિરાગ દોશી

અન્‍ય હોદ્દેદારોએ પણ શપથ લીધાઃ જવલંત છાયાનું વકતવ્‍ય

રાજકોટઃ જૈન સોશ્‍યલ ગ્રૃપ રાજકોટ મીડટાઉન ર૦રપ-ર૭ નાં પ્રથમ પ્રોગ્રામ શપથ વિધીનાં કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં ર૦રપ-ર૭ની શપથવિધિ સમારોહમાં જેએસજી રાજકોટ મીડટાઉનનાં પ્રમુખ તરીકે ચિરાગભાઇ દોશીને સૌરાષ્‍ટ્ર રીજીયન ચેરમેનશ્રી સેજલભાઇ કોઠારી દ્વારા શપથ લેવડાવવામાં આવેલ હતા. ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર રીજીયનનાં સેક્રેટરીશ્રી મેહુલભાઇ દામાણી દ્વારા ઓફીસ બેરર્સનાં ઉપપ્રમુખશ્રી ફેનીલભાઇ મહેતા, સેક્રેટરીશ્રી પરાગભાઇ દોશી, જોઇન્‍ટ સેક્રેટરીશ્રી હેમાંગભાઇ પારેખ, ટ્રેઝરરશ્રી કિર્તીભાઇ દોશી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ બીપીનભાઇ મહેતા, ભરતભાઇ વખારીયા, તન્‍મયભાઇ શાહ, અમીષભાઇ દોશી, જીતેન્‍દ્રભાઇ લાખાણી, ઇલેશભાઇ લાખાણી, અતુલભાઇ મહેતા શપથવિધિ કરાવેલ હતી.

આ કાર્યક્રમમાં ફુલછાબનાં તંત્રી અને જાણીતા લેખકશ્રી જવલંતભાઇ છાયાએ પરિવારનું વિશ્વ અનેવિશ્વનું પરિવાર વિષય ઉપર વકતવ્‍ય આપેલ.

આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર રીજીયન ચેરમેનશ્રી સેજલભાઇ કોઠારી, ફેડરેશનનાં આઇ.ડી. શ્રી નિલેશભાઇ કામદાર, સૌરાષ્‍ટ્ર રીજીયનનાં વાઇસ ચેરમેનશ્રી જયેશભાઇ વસા, સૌરાષ્‍ટ્ર રીજીયન સેક્રેટરીશ્રી મેહુલભાઇ દામાણી અને જોઇન્‍ટસેક્રેટરીશ્રી રાજેશભાઇ મોદી, રાજકોટ ઝોન કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઇ મહેતા, સંગીની કન્‍વીનર શ્રીમતિ સેજલબેન મનીષભાઇ દોશી, સૌરાષ્‍ટ્ર રીજીયન પી.આર.ઓ. શ્રીમતિ હીરબેન એમ. દામાણી, સૌરાષ્‍ટ્ર રીજીયન એડમીન પી.આર.ઓ. શ્રીમતિ મીરાબેન દોશીએ   વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખશ્રી ફેનીલભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(3:48 PM IST)