તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પહલગામ હુમલામાં ફસાયેલા ગુજરાતીઓની મદદે દોડયા કેશવી ટુર્સના ડાયરેકટર તોમર

રાજકોટઃ કાશ્મીરના પહલગામે હુમલામાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવ્યા કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના ડાયરેકટર જસપાલસિંહ તોમર, હુમલા બાદ ફસાયેલા ગુજરાતીઓને મદદ થવા કાશ્મીર દોડીગયા. તોમરે માર્યા ગયેલા ગુજરાતીઓના પરિવારજનોને શ્રી રૂા. પ૦,૦૦૦ની સહાય ઉપરાંત જરૂરીયાત મંદ વ્યકિતઓને તા. ર૬ એપ્રિલ સુધી વિનામુલ્યે હોટલમાં રહેવાની સગવડની જાહેરાત કરી.
(4:21 PM IST)










