News of Friday, 25th April 2025
શ્રીમદ્દ વલ્લભાચાર્યજીનો પ્રાગટય ઉત્સવઃ સેવાકાર્યો-શોભાયાત્રા-વધાઇ કિર્તન- ધર્મસભા
૩૬ ગૌશાળાઓમાં બે હજાર કિલો લાડુ, ૪ હજાર મણ લીલુનીરણ, પક્ષીઓને ૩૦૦ કિલો ચણ વિતરણઃ બાળકોને ભોજન, વૃધ્ધાશ્રમના વડીલોને આઇસ્ક્રીમઃ શ્રી વલ્લભજીના જયઘોષ સાથે ધામધુમથી શોભાયાત્રા નિકળી

રાજકોટઃ પૂષ્ટિ માર્ગ પ્રર્વતેક-ષાી શુદ્ધ ઉધ્ધારક શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના પ૪૮ મો પ્રાગટય ઉત્સવ ઉમંગ-ઉત્સાહપૂર્વક ઉજવાયો. વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગોસ્વામી શ્રી મધુસુદન લાલજી (શ્રી રૂચિર બાવાશ્રી) ચરણાટ હવેલી મહોદયશ્રીના વરદ હસ્તે રાજકોટની જુદી જુદી ૩૬ ગોશાળાઓમાં બે હજાર કિલો લાડુ તથા ૪હજાર મણ લીલુ નીરણ પહોચતું કરવામાં આવ્યું હતું. ઝૂપડપટ્ટીના બાળકો માટે મિષ્ટાન ભોજન-વૃધ્ધાશ્રમમાં આઇસ્ક્રીમ તેમજ પારેવા (પક્ષી)ને ૩૦૦ કિલો ચણ વિગેરેનું વિતરણ કરવામાં આવેલ.
ઉત્સવ દિવસે વિશાળ શોભાયાત્રા શ્રી જશુબાઇ માંડાણથી બાલકૃષ્ણલાલજી હવેલી ત્યાંથી દરબાર ગઢ ચોક ખાતે સ્કૂટર સવારો બગી- કેશિયો પાર્ટી- બેન્ડ પાર્ટી- કિર્તન મંડળીઓ- રાસ મંડળીઓ-નાના નાના બાળકોને વિવિધ સ્વરૂપોનો શણગાર કરી ૧૮ જેટલા બાળકોને વિવિધ રથ-બગીમાં બિરાજીત કરી તેમજ શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને ચાંદીની સુખપાલ (પાલખી) માં પધરાવી શ્રી વલ્લભજીના જય ઘોષ સાથે વૈષ્ણવ આચાર્યો તેમજ હજારોની સંખ્યામાંવૈષ્ણવી પરિવેશમાં ભાઇઓ તથા બહેનો જોડાયા હતા. શોભાયાત્રા માર્ગમાં ઠેર ઠેર ઠંડાપીણાં - લીંબુ સરબત-ગુલાબ તથા વરીયાળી સરબત તેમજ ફરાળી પેટીસ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. વાજતે ગાજતે ધર્મસભા સ્થળ- શ્રી ચાંપરણ્ય ધામ-વસુંધારા રેસીડેન્સી-કેનાલ રોડ ખાતે પહોંચ્યા બાદ કિર્તનકારો દ્વારા વધાઇ કિર્તનનો ક્રમ રાખવામાં આવેલ.
ધર્મસભામાં વૈષ્ણવાચાર્યો સપ્તમપીઠાધીશ્વર પૂ.પા. ગો. શ્રી વ્રજેશકુમાર મહારાજ- સર્વોતમ હવેલીના પૂ.પા. ગો. શ્રી ગોપેશકુમાર મહારાજ- વલ્લભાશ્રય હવેલીના પૂ.પા. ગો. શ્રી અભિષેક લાલજી મહારાજ- કૃષ્ણાશ્રય હવેલીના પૂ.પા.ગો. શ્રી અક્ષયકુમાર મહારાજ-સપ્તમ પીઠાધીશ યુવરાજ પૂ.પા. ગો શ્રી અનિરૂધલાલજી મહોદયશ્રી ચરણાટ હવેલીના પૂ.પા.ગો. શ્રી મધુસુદન લાલજી (રૂચિરબાવાશ્રી) મહોદયશ્રી -રસકુંજ હવેલીના પૂ.પા.ગો.શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજશ્રી - સપ્તમ શ્રી લક્ષ્મીવાડી હવેલીના પૂ.પા.ગો. ચી. રશેષકુમારજી મહોદયશ્રી તેમજ દ્વારિકેશ નિકેતન હવેલીના પૂ.પા.ગો.ચી. અવતાંશકુમારજી મહોદયશ્રી તેમજ પૂ.પા. ગો.વ્રજાંગના વહુજી તેમજ પૂ.પા.ગો. શ્રી કાલિન્દીરાજા બેટીજીએ વચનામૃતનો લાભ આપેલ. ધર્મસભામાં પાંચ હજારથી વધુ સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:54 PM IST)










