<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

સોની બજારમાં રહેતાં શબ્‍બીરઅલી માંકડાનો ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્‍યો

પંચાવન વર્ષના દાઉદી વ્‍હોરા પ્રોૈઢ ઘરમાં એકલા રહેતાં હતાં: નોકરીએ ન જતાં શેઠે તપાસ કરતાં ઘટનાની જાણ થઇઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૨૫: સોની બજારમાં ગઢની રાંગ પાસે ગુજરી બજાર નજીક રહેતાં વ્‍હોરા પ્રોૈઢની લાશ તેમના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ શબ્‍બીરઅલી અસગરઅલી માંકડા (ઉ.વ.૫૫) નામના  દાઉદી વ્‍હોરા પ્રોૈઢ એકલા જ રહેતાં હોઇ અને ચપ્‍પલની દુકાનમાં નોકરી કરતાં હોઇ બે દિવસથી તેઓ દૂકાને ગયા ન હોઇ તપાસ થતાં ઘરમાંથી તેમનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. એ-ડિવીઝન પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે પહોંચી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના અને અપરિણીત હતાં તેમજ એકલા રહેતાં હતાં. તે બે દિવસથી દૂકાને નોકરીએ ન ગયા હોઇ શેઠે તેમના ભાઇને વાત કરતાં તેઓ તપાસ કરવા જતાં ઘટનાની જાણ થઇ હતી. હાર્ટએટેકથી મૃત્‍યુ થયું કે અન્‍ય કોઇ રીતે? તે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ બહાર આવશે

(3:56 PM IST)