<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ધનવંતરી નેચરોપથી કિલનીકનો મંગળવારથી શુભારંભઃ ડો.વંદના મહેતાની સેવા

 

રાજકોટઃ અહીં યુનિવર્સીટી રોડ કોર્નર મનાલી જયુસવાળી શેરી, રોયલપાર્ક મેઇન રોડ ઉપર ‘સીટી એમ્‍પાયર' ઓફીસ નં.૩૦૧ ખાતે ‘‘ધનવંતરી નેચરોપથી કિલનીક''નો તા.ર૯ના મંગળવારે પ્રારંભ થઇ રહયો છે.

આ ધનવંતરી નેચરોપથી કલીનીકનું ઉદઘાટન ર૯મીના સવારે ૧૦ વાગ્‍યે પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે કરવામાં આવશે. સ્‍વામી મેઘજાનંદજી (રામકૃષ્‍ણ આશ્રમ) શ્રીઅનીકેત સ્‍વામી (ઈસ્‍કોન મંદીર) એ શુભેચ્‍છા પાઠવી છે.

આ કલીનીકમાં કલીન્‍ઝીંગ થેરાપી સાયટીકા-કમરના દુઃખાવા, વ્‍યસન  મુકતી, કેન્‍સર,સ્ત્રીરોગ, માઇગ્રેન, કમરનો દુઃખાવો વગેરે રોગો માટે ડો.વંદના મહેતા મો.૭૦૪૧૬ ૧૩૪૯૪ સેવા આપશે.

ડો.વંદનાબેન મહેતા, શૈલષભાઇ મહેતા, (મહેતા બ્રધર્સ), અશોકભાઇ મહેતા, (પુર્વ અધિક કલેકટર) અને હિતેન્‍દ્રભાઇ મહેતા (પુર્વ ટેલીકોમ ઓફીસર) દ્વારા આમંત્રીતોને આમંત્રીત કરાયા છે.

(3:58 PM IST)