તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
લાંબા સમયે વોટર બોટલના નમુના લેતી ફુડ શાખાઃ ૨૮ કીલો અખાદ્ય પદાર્થોનો નાશ
રૈયા રોડની મુંબઇ જાયકા તથા પી-ગ્રીલ અને કાલાવડ રોડની હોટ એન્ડ સ્પાઇસી પેઢીમાંથી વાસી જથ્થો પકડાયોઃ ૧૦ ને લાઇસન્સ અંગે સૂચનાઃ મનપાની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: મનપાના ફૂડ વિભાગ દ્વારા બેકરી પ્રોજક્ટ અંતર્ગત ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્રણ બેકરીમાંથી ૨૮ કિલો વાસી સોસ-ચટણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. તેમજ હાઈજેનિકકંડીશન જાળવવા અને લાયસન્સ અંગે નોટીસ આપી અન્ય ૮ સ્થળેથી મસાલા તેમજ ડ્રીકીંગ વોટરના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ ૨૧ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ૧૦ને લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.
મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા આજે હાઉસ ઓફ ફલેવર્સ, મોમાઈ જનરલ સ્ટોર, રવિરાંદલ જનરલ સ્ટોર, (૦૪)ભગવતી પ્રોવિઝન સ્ટોર, કે.કે. જનરલ સ્ટોર, જય પીઠડ આઈમઠ્ઠો , લક્ષ્મીધારા આઈસડીશ , ચામુંડા ભાજી કોન, બાપા સીતારામ આઇસ્ક્રીમ ગોલા , મઢૂલી હોટલ ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ફૂડ વિભાગે આજે રૈયા રોડ ઉપર મુંબઈ જાયકામાંથી ૧૨ કિલો વાસી અખાદ્ય પદાર્થ તેમજ પીગ્રીલમાંથી એક્સપાયરી થયેલ સોસ-ચટણી અને વોટ એન્ડ સ્પાઈસીમાંથી વાસી સોસ-ચટણી સહિતનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ અને હાઈજેનીક કંડીશન જાળવવા નોટીસ આપવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સદગુરુ તીર્થધામ, શોપ નં.૪૨, રૈયા રોડ, મુકામે આવેલ “P-GRILL” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી- વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ - ચટણી વગેરે મળીને અંદાજીત કુલ ૧૦ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ક્રિસ્ટલ મોલ સામે, કાલાવડ રોડ, મુકામે આવેલ “HOT & SPICY” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી- વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ - ચટણી વગેરે મળીને અંદાજીત કુલ ૦૬ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ઉપયોગમાં લેવાતા તેલનો પ્રકાર, બટર/ ફેટ સ્પ્રેડ દર્શાવતું બોર્ડ લગાવવા તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
મસાલા અને વોટર બોટલના નમુના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આજે અદાણી બ્રધર્સમાંથી મરચા પાઉડર, હળદર પાઉડર, રાઈના કુરિયાના સેમ્પલ લઈ બિસ્વીન બેવરેજીસમાંથી એક લીટર ડ્રીંકીંગ વોટર પેક તથા એકવાનીર માટે એક લીટર ડ્રીંકીંગ વોટર તેમજ સબરસમાંથી એક લીટર ડ્રીકીંગ વોટર અને બ્રીસવીલમાંથી મીનરલ એન્ડ ઓક્સિજન ડ્રીંકીંગ વોટર પેક એક લિટર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
(4:02 PM IST)










