<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

માતાજીના માંડવામાંથી ઘરે જઇ રહેલા કાળીપાટના અજય પર ધોકાના ઘા

કેમ સામુ જોયું? કહી ખોડાભાઇ અને તેના દિકરા તૂટી પડયા

રાજકોટ તા. ૨૬: કાળીપાટ ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં અજયભાઇ દેવજીભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) નામના યુવાનને ગુરૂવારે રાતે બે વાગ્‍યે ગામ પાસે હતો ત્‍યારે  ગામના જ ખોડાભાઇ અને તેના બે દિકરા બળદેવ તથા શામજીએ ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

અજયભાઇના કહેવા મુજબ પોતે માતાજીના માંડવામાં ગયો હતો. ત્‍યાંથી ઘરે જતો હતો ત્‍યારે રસ્‍તામાં ખોડાભાઇ અને તેના દિકરા મળતાં તેણે સામે કેમ જોવે છે? કહી ઝઘડો કરી ધોકાવાળી કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી

(11:37 AM IST)