<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

મેટોડામાં રાતે ૧૨ાા ડીજે બંધ કરવાનું કહેવા જતાં નિવૃત આર્મીમેન પર હીચકારો હુમલોઃ ડેલા, વાહનોમાં તોડફોડ

મુળ આસામના અભિનામ દાસના બે વર્ષના દિકરાનો બર્થ ડે હોઇ તે ડીજે વગાડતો હતોઃ તેના સહિતનાએ ટોળકી રચી આતંક મચાવ્‍યાનો આરોપઃ રાજાભાઇ રાઠોડ સારવારમાં: સામે અભનામ પણ ઇજા થયાની ફરિયાદ સાથે દાખલ થયો તસ્‍વીરમાં હુમલામાં ઘાયલ થયેલા નિવૃત ફોૈજી રાજાભાઇ બાવનજીભાઇ રાઠોડ, તેમના પડોશીઓની કારમાં થયેલી તોડફોડ, ઘટના સ્‍થળે તલવાર અને સામે પક્ષે દાખલ થયેલો અભીનામ દાસ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૬: મેટોડા શ્રીનાથજી પાર્કમાં રહેતાં નિવૃત ફોૈજીના ઘર પર મોડી રાતે સાડા બારેક વાગ્‍યે ટોળકીએ હલ્લો મચાવી ડેલામાં ધોકા-તલવારના ઘા મારી દેકારો મચાવી નિવૃત ફોૈજી પર તલવાર, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં અને તેમના પડોશીએ બહાર પાર્ક કરેલી બે કારમાં તોડફોડ કરતાં વિસ્‍તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાતે સાડાબારે ડીજે વગાડતાં પરપ્રાંતિય શખ્‍સને ડીજે બંધ કરવાનું કહેવા જતાં તેણે પોતાના પ્રાંતના અને મેટોડાના ગુજરાતી શખ્‍સો સાથે મળી ટોળકી રચી આતંક મચાવ્‍યો હતો. સામે પક્ષે આસામનો યુવાન પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે દાખલ થયો હતો. તેના બે વર્ષના દિકરાનો બર્થડે હોઇ ડીજે વગાડવામાં આવી રહ્યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મેટોડાના શ્રીનાથજી પાર્કમાં સંજીવની હોસ્‍પિટલ પાસે રહેતાં રાજાભાઇ બાવનજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૯) નામના નિવૃત ફોૈજી પર રાતે નજીકમાં રહેતાં યાજ્ઞિક તથા અજાણ્‍યા શખ્‍સોએ ટોળકી રચી ધોકા-પાઇપથી હુમલો કરી ઇજાઓ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે મુળ આસામનો અને હાલ મેટોડા શ્રીનાથજી પાર્કમાં રહી કારખાનામં નોકરી કરતો અભિનામ જોનભાઇ દાસ (ઉ.વ.૨૩) પણ પોતાના પર તલવારથી હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહે બંનેની એન્‍ટ્રી મોેટડા પોલીસને નોંધાવી હતી.

રાજાભાઇને વધુ સારવાર માટે સિવિલમાંથી ગિરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તેમના પુત્ર અમિતભાઇએ જણાવ્‍યું હતું કે નજીકમાં જ મોડી રાતે સાડા બાર વાગ્‍યા સુધી બેફામ અવાજે ડીજે વગાડવામાં આવી રહ્યું હોઇ મારા પિતા રાજાભાઇ તેમને ડીજે બંધ કરવાનું કે ધીમુ રાખવાનું કહેવા ગયા હતાં અને સમજાવીને ઘરે આવ્‍યા ત્‍યાં જ પાછળ અભિનામ, તેના મિત્ર યાજ્ઞિક સહિતનાએ ટોળકી રચી અમારા ઘરના ડેલા પર પથ્‍થરમારો કરી ધોકા-પાઇપ-તલવારના ઘા કરી દેકારો મચાવતાં મારા પિતા રાજાભાઇ બહાર નીકળતાં તેમના પર હીચકારો હુમલો કરાયો હતો. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. આ ટોળકીએ અમારા પડોશીની બે કાર બહાર પાર્ક કરી હોઇ તેમાં પણ તોડફોડ કરી નુકસાન કર્યુ હતું.

સામા પક્ષેઅભિનામ દાસ પણ સિવિલમાં દાખલ થયો હોઇ તેણે કહ્યું હતું કે મારા બે વર્ષના દિકરા કોૈશિકનો બર્થડે હોઇ અમે ડીજે વગાડતાં હતાં ત્‍યારે પડોશી વૃધ્‍ધે આવી ડીજે બંધ કરવાનું કહી તલવારથી હુમલો કરી મને પડખામાં ઇજા પહોંચાડી હતી. મેટોડા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે

(11:41 AM IST)