તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th April 2025
આપણી ચૂપ રહેવાની માનસિકતાને ઝંઝોળાતું નાટક આવી રહ્યું છે રાજકોટમાં
સૌમ્ય જોશીની કલમે વધુ એક માસ્ટરપીસ-ઓહ!! વૂમનિયા, ૩ મે ના રોજ

રાજકોટઃ ઓફબીટ અને કૈંક અર્થસભર નાટકો લાવવાની શ્રેણીમાં અગ્રેસરએવું વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આ વખતે લાવે છે એક એવું નાટક જેમાં વાત તો ટ્રેઈન સફરની છે પણ મનના પડાવોને ભેદીને !
આદિત્ય ગઢવીના વિશ્વવિખ્યાત ગોતી લો ...ગોતી લો ...ગીતના ગીતકાર , હેલ્લારો ફિલ્મના ડાયલોગ રાઇટર અને અમિતાભ ઋષિ કપૂર અભિનીત ૧૦૨ નોટ આઉટ ફિલ્મના લેખક પાસેથી કઈ ઓછું તો અપેક્ષિત જ ન હોય ! સૌમ્ય જોશી જેવા લેખકો ગુજરાતી રંગભૂમિને માણવા લાયક રાખે છે. અને આ વખતે આ સર્જકની કલમે નીકળ્યું છે એક સુંદર નાટક -‘‘ઓહ!!વૂમનિયા''
નાટકની વાત એક સામાન્ય ટ્રેઇનના ડબ્બાની વાતચીતથી શરૂ થઈ જીવનના અસામાન્ય પડાવોને ભેદે છે. આ નાટક માત્ર સંવાદાનથી, તેસ્ત્રીના જીવનના ટુકડાઓ છે ラ હાસ્યથી શરુ થતાં આ પ્રસંગો,સ્ત્રીના જીવનની અને સમાજની કડવી વાસ્તવિક્તાઓસુધી પહોંચે છે, વળી નાટકમાં લાઈવ નળત્ય, અને સંગીત પણ છે, જેમ જેમ ઘડીયાળ આગળ વધી રહી હોય, તેમ તેમ એકઆત્મમંથન યાત્રાઆગળ વધેછે. નાટક દરેકસ્ત્રી તો જોવું જ રહ્યું પણસ્ત્રી સાથે કોઈ પણ સંબંધે જોડાયેલા દરેક પુરુષે પણ જોવું રહ્યું ! નાટક ફેમિનિઝિમિ નહિ બલ્કે સમાજની માનસિકતા પર કારી ઘાવ કરે છે.
તાજેતરમાં જન્મભૂમિ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ અને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારો મેળવેલા નાટકે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંઅનેક શો કરી સંવેદનશીલ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. જીજ્ઞા વ્યાસ અભિનીત આ એક એવું નાટક છે જે ટ્રેનમાં અનોખી, રમુજી વાતચીતોનો ઉપયોગ કરીનેસ્ત્રીના આંતરિક વિશ્વને એકદમ બારીકાઇથી રજૂ કરે છે. આ નાટક ટ્રેનના ડબ્બામાં હળવાશભર્યા વાર્તાલાપથી શરૂ થઈ એક ઘેરો વળાંક લે છે, જે પ્રેક્ષકોને ગંભીર મુદ્દાઓ પર વિચારવા અને ચિંતન કરવા પ્રેરે છે.સ્ત્રીઓની જટિલ લાગણીઓ અને અનુભવોમાં ઊંડા ઉતરી આ નાટક અંતે તમને સ્તબ્ધ કરી મૂકે છે. શરૂઆત ભલે સહેલી અને હળવી શૈલીથી કરી છે, પણ આ નાટક આગળ વધે છે એવા અનેક વળાંકો સાથે કે તમારા મનમાં એક અલગ દ્રષ્ટિકોણ છોડી જશે.ラમહિલાઓના હક, અવાજ અને જીવનના સંઘર્ષ પર આધારિત આ વાર્તા સૌમ્ય જોશીની કલમમાંથી નીકળેલું ચિત્રણ છે. નાટક ૧.૫કલાકનું છે જે કવિતાઓ, નળત્ય અને સંગીતનો સમન્વય છે.
નાટકનો એક માત્ર પ્રયોગ તા. ૩ મે, શનિવાર , રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હૉલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટે કૉલ અથવાવૉટ્સએપઃ ૯૦૨૩૨૮૨૪૦૭.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત ઓહ!!વુમનિયાનાટકના આધાર સ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે.સાથે પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ ,એપલ બેસન, અર્જુન જવેલર્સ, ડબલ હાથી મસાલા અને સરાઝા હોટેલ અને
સોશ્યલ મીડિયા પાર્ટનર તરીકે આપણું રાજકોટ , આ નાટક તમારા સુધી લાવવા માટે અમારા હમસફર બન્યા છે. હવે જૂજ ટિકિટો જ બાકી રહી હોવાનું જણાવાયું છે
(1:29 PM IST)










