<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

હથીયાર કેસમાં પકડાયેલા કિડવાઇનગરના જય વાઢેરને કોર્ટમાં જ ડ્રગ્‍સ પેડલર સુધા, તેના પુત્રો સહિતની ધમકી!

યુનિવર્સિટી પોલીસે રૈયાધારની સુધા પાડલીયા, તેના બે પુત્રો મયુર, હિતેષ અને ગવલીવાડના પ્રદિપ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો તે હથીયાર કેસમાં હિતેષનું નામ શું : કામ ખોલાવ્‍યું? હવે તેને એનડીપીએસ (પાવડર)ના કેસમાં ફસાવી દેવો છે, ટાંટીયા ભાંગી નાખવા છે એવી ધમકી દીધીઃ જય જામીન પર છુટયા બાદ ફરીથી ચારેયએ કોન્‍ફરન્‍સ કોલમાં પણ બેફામ ભાંડી ધમકી દીધાનો ફરિયાદમાં આરોપ

રાજકોટ તા. ૨૫: કિડવાઇનગર પાસે રહેતાં યુવાનને મેટોડા પોલીસે ગત ફેબ્રુઆરીમાં હથીયારના કેસમાં પકડતાં અને બીજા દિવસે જામનગર રોડ નવી કોર્ટમાં રજૂ કરતાં તેને કોર્ટના પહેલા માળે રૈયાધારની ડ્રગ્‍સ પેડલર, તેના બે દિકરા અને અન્‍ય એક શખ્‍સે મળી તે કેમ હથીયારના કેસમાં હિતેષનું નામ ખોલાવ્‍યું? હવે જ્‍યાં ભેગો થઇશ ત્‍યાં ટાંટીયા ભાંગી નાખશું, એનડીપીએસ-પાવડર કેસમાં તારુ નામ ખોલાવશું તેવી ધમકી આપી હતી. એ પછી આ યુવાન જામીન પર છુટતાં આ ચારેયએ તેને કોન્‍ફરન્‍સ કોલમાં એક જોડી બેફામ ગાળો ભાંડી મારી નાખવાની, કેસમાં ફીટ કરી દેવાની ધમકી દેતાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કિડવાઇનગર પાસે સદ્દગુરૂ પાર્ક સોસાયટી બ્‍લોક નં. ૭ મોદી સ્‍કૂલ સામે રહેતાં જય મુકેશભાઇ વાઢેર (ઉ.વ.૨૬) નામના યુવાનની ફરિયાદ પરથી રૈયાધારમાં રહેતી અને ડ્રગ્‍સ પેડલર તરીકે અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલી સુધા સુનિલભાઇ ધામેલીયા, તેના પુત્રો હિતેષ સુનિલભાઇ ધામેલીયા, મયુર સુનિલભાઇ ધામેલીયા તથા ભીલવાસ ઇગલ પેટ્રોલ પંપ સામે ગવલીવાડમાં રહેતં જીતેન્‍દ્ર ઉર્ફ પ્રદિપ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

જય વાઢેરે પરિવાર સાથે રહે છે અને રિક્ષાના હુડ બનાવવાની મજૂરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ગત તા. ૧૩/૨ના રોજ મેટોડા જીઆઇડીસી ખાતે હથીયારના કેસમાં પકડાયો હતો. મને બીજા દિવસે ૧૪/૨ના રોજ કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્‍યારે હું કોર્ટમાંપહેલા હતો તે વખતે સુનિલ, મયુર ધામેલીયા, સુધા ધામેલીયા તથા પ્રદિપ ઉર્ફ પદીયાએ મારી પાસે આવી-હથીયાર કેસમાં તે હિતેષનું નામ કેમ આપ્‍યું છે? કહી ગાળો દીધી હતી. સુધા ધામેલીયાએ ધમકી આપી હતી કે મારા ઉપર એનડીપીએસના અનેક કેસ છે, મને કાંઇ ફેર નહિ પડે, હવે તારુ નામ પણ પાવડર (એનડીપીએસ)માં ખોલાવીશ અને તું અમને ભેગો થતો નહિ, નહિતર તારા ટાંટીયા ભાંગી નાંખીશ.

જયએ વધુમાં જણાવ્‍યું હતું કે ૨૫/૨ના રોજ હું હથીયાર કેસમાં જામીન પર છુટતાં રાતે દસેક વાગ્‍યે હું અને મારો મિત્ર હાર્દિક ડોડીયા બંને રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ રાધે હોટલ પાસે હતાં ત્‍યારે મયુર ધામેલીયાનો ફોન આવ્‍યો હતો અને કહેલું કે તેઅમારી સાથે બેસીને હથીયાર કેસમાં મારા ભાઇ હિતેષને ફીટ કરાવી દીધો છે, હવે તને પણ ખોટા કેસમાં ફીટ કરાવી દેશું તેમ કહી ગાળો દીધી હતી. તેમજ તેણે ફોનમાં કોન્‍ફરન્‍સમાં તેની માતા સુધાબેન અને જીતેન્‍દ્ર ઉર્ફ પ્રદિપ તથા હિતેષ ધામેલીયાને પણ જોડી લેતાં આ બધાએ ભેગા મળી બેફામ ગાળો દઇ હવે તું ભેગો થા એટલે તારા ટાંટીયા ભાંગી જ નાંખવા છે, મારી જ નાખવો છે, એટ્રોસીટીમાં ફીટ કરાવી દેવો છે તેવી ધમકી આપી હતી. તેમ વધુમાં જય વાઢેરે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એચ. એમ. મણવરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:17 PM IST)