<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

મેટોડાના વૃધ્‍ધ ઉગાભાઇ ચાંડપાનું કારખાનામાં હૃદય બસી જતાં મોત

બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૬: મેટોડા જીઆઇડીસી ક્રિષ્‍ના સોસાયટીમાં રહેતાં ઉગાભાઇ કરસનભાઇ ચાંડપા (ઉ.વ.૬૩) નામના વૃધ્‍ધ સાંજે ચારેક વાગ્‍યે મેટોડા રેમસન કંપનીમાં હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ઉગાભાઇ ચાર બહેન અને સાત ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્રી તથા ત્રણ પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહ અને તોૈફિકભાઇએ મેટોડા પોલીસને જાણ કરી હતી.

(2:38 PM IST)