<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પંચનાથ નજીક ૧પ૦ વર્ષ જુના ભાડુઆત પરિવારના મહિલાને ભરેલ કબ્‍જે મકાન ખરીદ્યાનું જણાવી ધમકી

ભોજા મિષાીના ડેલા તરીકે ઓળખાતી મિલ્‍કતના મુળ માલીક હેમેન્‍દ્ર કથરેચા પાસેથી મિલ્‍કત ખરીદ્યાનું જણાવી મનીષ સિંધવ દ્વારા દુકાન બંધ કરી દેવા અને મકાન ખાલી કરી દેવા ત્રણ-ત્રણ વખત ધમકાવ્‍યા : મામલો પોલીસમાં

રાજકોટ, તા., ૨૬ : રંગીલુ રાજકોટ જમીન મકાનના કૌભાંડો માટે દાયકાઓથી કલંકીત બનેલું છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન આવી ફરીયાદો ઘટયા બાદ તાજેતરમાં એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભરેલ કબ્‍જે મકાન ખરીદી ૧પ૦ વર્ષ જુના ભાડુઆતને દુકાન-મકાન ખાલી કરી નાખવા ત્રણ-ત્રણ વાર ધમકી આપ્‍યાની ભાડુઆત પરિવારના પ્રૌઢ મહિલા દિવ્‍યાબેન મનહરલાલ અઢીયાએ મનીષ સિંધવ નામના શખ્‍સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પંચનાથ મેઇન રોડ ઉપર કચ્‍છ-ખાવડાવાળા ફરસાણની સામે પંચનાથ મોબાઇલના નામે ધંધો કરતા અને આજ મકાનમાં ૪ રૂમ અને બે ઓરડીમાં પુર્વજોના  સમયથી ભાડે રહેતા દિવ્‍યાબેન મનહરલાલ અઢીયા તા. ર૧ મીના બપોરે પોણા ચારેક વાગ્‍યે પોતાની દુકાને હતા ત્‍યારે આવી ચડેલા અજાણ્‍યા શખ્‍સે પોતાની ઓળખ મનીષ સિંધવ (મો. નં. ૯૦૯૯૯૧પ૦૦૪) તરીકે આપી પોતે આ મકાન ભરેલ કબ્‍જે ખરીદી લીધું છે તેમ જણાવી દુકાન-મકાન બંધ કરી ચાલ્‍યા જવા ધમકી આપી હતી. આ શખ્‍સ ના પાડવા છતા ત્રણેક વખત મારા ઘરમાં પ્રવેશી ધાક-ધમકી આપી ચુકયો છે. અમારા ઉપર માનસીક ત્રાસ ગુજારી મકાન ખાલી કરાવવા  કિમીયા કરી રહયા છે. મ્‍યુનીસીપલ કોર્પોરેશનના ચોક્કસ અધિકારીઓને મોકલી ભયગ્રસ્‍ત મકાન સીલ કરવા ધમકી પણ આ શખ્‍સોના મીલાપીપણાથી આપવામાં આવી રહી છે. ઉપરોકત બાબતે અમે મ્‍યુનસીપલ  કોર્પોરેશન પાસે રીપેરીંગની મંજુરી માંગી છે. જે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી નથી.

અમોને મળી રહેલી ધમકીઓથી આવતા દિવસમાં અમારા ઉપર હુમલો થાય અને અમારા જીવ માથે જોખમ ઝળુંબી રહયાનું અનુભવી રહયા છીએ ત્‍યારે પોલીસ આ મામલે કડક પગલા ભરે તેવી અમારી ફરીયાદ છે તેવું દિવ્‍યાબેન અઢીયાએ જણાવ્‍યું હતું.

(3:59 PM IST)