<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

રાજકોટમાં હિટ વેવના કારણે 108 એમ્બ્યુલન્સની ટીમ લોકોની સેવામાં સતત દોડી રહી: 30થી વધુ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

હિટ વેવના કારણે ડિહાઇડ્રેશન, હીટ લાગવી, હાઈ ફીવર, ઝાડા, અને ઉલટી જેવી તકલીફો જોવા મળી :108 એમ્બ્યુલન્સ ના કર્મચારી ધીરેન પરમાર

રાજકોટ તા.૨૬ : રાજકોટમાં હિટ વેવના કારણે 108 એમ્બ્યુલન્સ દ્વારા 30થી વધુ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમી વધશે. ત્યારે 108ની ટીમ લોકોની સેવામાં સતત દોડી રહી છે.

છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં હિટ વેવનો ભોગ બનેલાઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. 108 દ્વારા 30થી વધુ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. 108 ઇમર્જન્સી સુવિધામાં ICU વિથ બેડ સહિતની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે, જેમાં ગ્લુકોઝ અને ઓઆરએસ પણ સામેલ છે.

લોકલ 18 સાથે વાત કરતા 108 કર્મી ધીરેન પરમારે જણાવ્યું કે, હિટ વેવના કારણે ડિહાઇડ્રેશન, હીટ લાગવી, હાઈ ફીવર, ઝાડા, અને ઉલટી જેવી તકલીફો જોવા મળી રહી છે. આ પ્રકારના દર્દીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડી તેમની સારવાર શરૂ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલે સ્પેશિયલ વોર્ડ ઉભો કર્યો છે, જ્યાં હિટ વેવની અસરગ્રસ્ત વ્યક્તિઓની સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે. 108 ટીમ સતત દોડી રહી છે.

(2:58 PM IST)