<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

શ્રી પરશુરામ જન્‍મોત્‍સવના ધાર્મિક- દેશભકિતના ફલોટસ સાથે શોભાયાત્રા

આંતંકી ઘટનાને પગલે આ વખતે સાદાઇથી શોભાયાત્રા નિકળશેઃ શહીદોને શ્રધ્‍ધાંજલી અપાશે બાદ પંચનાથ મંદિરેથી શોભાયાત્રાનો થશે પ્રારંભ ચૌધરી હાઇસ્‍કૂલના મેદાનમાં સમાપનઃ આરતી-મહાપ્રસાદનું પણ આયોજનઃ ધર્મપ્રેમીજનોને ઉમટી પડવા આહવાન

રાજકોટઃ વિષ્‍ણું ભગવાન છઠ્ઠા અવતાર આપણા આરાધ્‍યા દેવ ભગવાન શ્રી પરશુરામ પ્રાગટયા દિન એટલે અક્ષય તૃતીયા અખાત્રીજ તા. ર૯ ને મંગળવારના રોજ છે, જે બ્રહ્મ તેજ ને વધુ બળવતર બનાવવાનો ગૌરવ દિવસ છે, ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ શોભાયાત્રા છેલ્લા ૪૦ વર્ષથી પરપરાગત પંચનાથ મહાદેવ મંદિર થી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવના ૪ કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થશે.

શોભાયાત્રાની પ્રસ્‍થાન પહેલા પહેલગામ ખાતે શહીદ થયેલા લોકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. પંચનાથ મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે ત્‍યાંથી લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, એસ્‍ટ્રોન ચોક, મહિલા કોલેજ બ્રિજ, કિસાનપરા ચોક, પોલીસ હેડકવાટર,બહુમાળી ભવન ચોક થઇ ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે સમાપન થશે. આરતીબાદ સર્વે ભૂદેવો પ્રસાદી સ્‍વરૂપે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. 

શોભાયાત્રામાં મુખ્‍ય ભગવાન શ્રી પરશુરામ દાદાનો રથ તેમજ ધાર્મિક દેશભકિતને લગતા ફલોટ્‍સ અને પહલગામ ખાતે બનેલી દુઃખદ ઘટનાને અનુસંધાને એક વિશેષ ફલોટ્‍સ  પણ રાખવામાં આવ્‍યો છે.

આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે એડવોકટ મોનીશભાઇ જોષી, કશ્‍યપભાઇ ભટ્ટ, પ્રતીકભાઇ બલભદ્ર, મૌલિક પંડયા(પરશુરામ પંડયા) ધનંજયભાઇ દવે, આશિષભાઇ મહેતા, ઘનશ્‍યામભાઇ મહેતા, સનીભાઇ જાની,    ચિંતનભાઇ વ્‍યાસ, ઉમંગભાઇ ભટ્ટ, રાજાભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ રાજયગુરૂ, જયભાઇ જાની, વિમલભાઇ દવે, મિહિરભાઇ પુરોહિત, ધર્મેશભાઇ જોષી, તેમજ મહિલા સમિતિ હિરલબેન બલભદ્ર, કિરણબેન જોષી, માહિબેન પંડયા, ચંદ્રિકાબેન મહેતા, ધાત્રીબેન ભટ્ટ, ફોરમ જોશી, ડો. શિવાનીબેન વ્‍યાસ, બીનલબેન જાની, તેજલબેન, વૈશાલીબેન, હીનાબેન જાની, આદિત્‍યભાઇ વ્‍યાસ, આનંદ પુરોહિત, સંકેત આચાર્ય, હર્ષ રાવલ, વિમલ વ્‍યાસ, વર્ષીત પંડયા, સમીર પંડયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(3:00 PM IST)