News of Saturday, 26th April 2025
પી.એમ. એવોર્ડ લઇ પરત ફરેલા જીલ્લા કલેકટર પ્રભવ જોષીનું મહેસૂલી કર્મચારીઓ દ્વારા સ્વાગત

રાજકોટઃ તાજેતરમાં ગુજરાતમાંથી એક માત્ર અને દેશના કૂલ પાંચ જીલ્લામાંથી એક એવા રાજકોટ જીલ્લાને કેન્દ્ર સરકારની ૧૧ યોજનામાંથી ૯ યોજનામાં ૧૦૦ ટકા સફળતા હાંસલ કરવા બદલ અને ત્રણ ગામોમાં ૧૦૦ ટકા ઘરોમાં પાણી સંદર્ભે પી.એમ. એવોર્ડની જાહેરાત થઇ હતી, આ એવોર્ડ સંદર્ભે કલેકટરને વડાપ્રધાને ખાસ દિલ્હી બોલાવાયા હતા, અને એવોર્ડ ઉપરાંત ર૦ લાખ રૂા.ની ગ્રાંટ પણ આપી હતી. કલેકટરશ્રી પ્રભવ જોષીએ આ એવોર્ડ લઇ આજે રાજકોટ પરત આવતા તેમનું મહેસૂલી કર્મચારીઓ દ્વારા પૂષ્પગૂચ્છ મોમેન્ટો આપી શાનદાર સ્વાગત કરાયું હતું, આ પ્રસંગે પીએટુ કલેકટર શ્રી કોટક ઉપરાંત કર્મચારીઓ મૌલિક ટીંબડીયા, માધવ મહેતા, ચૌહાણભાઇ, રાઠોડભાઇ, અરવિંદભાઇ વિગેરે ખાસ હાજર રહ્યા હતા, તે નજરે પડે છે.
(3:34 PM IST)










