<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ડિજિટલ ગુન્હાખોરી સામે ફોકસ કરતી ફિલ્મ ‘શસ્ત્ર’

નવા યુગમાં નવા શષાોથી દર્શકોને અવગત કરી સાથે જાગૃત કરવાનો ખુબ સરસ પ્રયાસ : ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી અને પ્રિયલ ભટ્ટના અભિનયે ફિલ્‍મને જીવંત બનાવી : ‘યુ વીલ બી હેકડ' ટેગ લાઇન આખી ફિલ્‍મમાં સતત પડઘાતી રહે છે : ગરબો અને અન્‍ય ગીતોની પણ જમાવટ : ૧ મે ના રોજ સીનેમાઘરોમાં થશે રીલીઝ

રાજકોટ તા. ૨૬ : હાલના સમયની મોટી સમસ્‍યા હોય તો તે સાઇબર ક્રાઇમ છે. ત્‍યારે ડિજિટલ ગુન્‍હાઓ પર ફોકસ કરતી ગુજરાતી ફિલ્‍મ ‘શષા' આગામી તા. ૧ મે થી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે આ ફિલ્‍મની સ્‍ટાર કાસ્‍ટ ટીમે મુલાકાત લઇ રસપ્રદ વિગતો વર્ણવી હતી. ફિલ્‍મમાં એ.સી.પી. રાઘવનું પાત્ર નિભાવતા ચેતન ધનાણીએ જણાવ્‍યુ હતુ કે ૧ મે એટલે ગુજરાતનો સ્‍થાપના દિવસ. પોલીસ વિભાગનો પણ સ્‍થાપના દિવસ. એટલે આ મહત્‍વના દિવસે જ રીલીઝ થવા જઇ રહેલ ફિલ્‍મ ‘શષા' દર્શકોમાં છવાઇ જશે તેવો પુરો આશાવાદ છે. ખાસ કરીને હાલ જે સાઇબર ગુન્‍હાખોરી વકરી છે. સોશિયલ મીડિયાના આધારે ચીટીંગ, બેંક ખાતા ખાલી કરી નાખવા, ડિજિટલ એરેસ્‍ટ વગેરે બાબતોથી દર્શકોને અવગત કરવા સાથે જાગૃત કરવાનો ફિલ્‍મમાં ખુબ સારો પ્રયાસ થયો છે.

પોલીસ વર્દી પહેરીને શું અનુભવ્‍યુ? તેવા સવાલના જવાબમાં ચેતન ધનાણીએ જણાવ્‍યુ હતુ કે આ વર્દી જવાબદારીનું ભાન કરાવે છે. એને લાઇટલી કયારેય ન લેવાય. વર્દી પહેરતા જ મારી ચાલમાં પણ બદલાવ આવ જતો. મિજાજ પણ બદલાઇ જતો. ટુંકમાં ગંભીર જવાબદારી વહન કરવાનું કાર્ય આ વર્દીધારીઓ કરતા હોય છે તે મે આ ફિલ્‍મના માધ્‍યમથી અનુભવ્‍યુ.

ફિલ્‍મમાં ઇન્‍સ્‍પેકટર જોગીનું પાત્ર નિભાવતા હેમિન ત્રિવેદીએ જણાવ્‍યુ હતુ કે ટાઇટલ પરથી તમને ભલે આ ફિલ્‍મ ગંભીર લાગે પણ સાથે હળવો મુડ પણ ભરપુર માણવા મળે છે. ટુંકમાં કહીએ તો ગંભીર મુદાને હળવાશ સાથે સહજતાથી રજુ કરવાનો આ પ્રયોગ એકદમ નવતર જ  છે.

‘વૈદેહી'ના પાત્રને ન્‍યાય આપતા પુજા જોષીએ જણાવ્‍યુ હતુ કે મારો રોલ આમાં કોલજના પ્રોફેસરનો છે. સાઇબર સીકયુરીટીનું શિક્ષણ યંગ જનરેશનને આપવાનું કામ મારૂ હોય છે. અલગ પ્રવાહમાં ફંટાતા યુવા વર્ગને સાચી માહીતી આપી તેમનો જુસ્‍સો વધારવાનું અને જાગૃત કરવાની કપરી જવાબદારી મે હોંશ પૂર્વક નિભાવી બતાવી છે.

ફિલ્‍મમાં કોલેજ સ્‍ટુડન્‍ટ ‘ચાર્મી'નું પાત્ર પ્રિયલ ભટ્ટે કર્યુ છે. તેઓએ જણાવેલ કે કોલેજ લાઇફ હોય એટલે મસ્‍તી હોય. ત્‍યારે આ ફિલ્‍મમાં રોમાન્‍સ અને મસ્‍તીનો ઉમેરો આ રીતે થયો છે. ટુંકમાં દર્શકોને ગંભીર બનવાને બદલે હળવા ફુલ બનાવી રાખવામાં આવ્‍યા છે. એટલે કે સાઇબર ક્રાઇમ જેવા બનાવો ખુબ હળવાશભેર સમજાવી દેવામાં આવ્‍યા છે. આમ તો આ પહેલા પણ મે એસ.ટી.જીટુ. ફિલ્‍મ ઉપરાંત ‘કાગ ભુસંડી રામાયણ' અને ‘રાશી રીક્ષાવાળી' જેવી સીરીયલો કરી છે. પણ આ ફિલ્‍મમાં મને કઇક નવોજ અનુભવ થયો હતો.

ફિલ્‍મમાં શ્રેય મારડીયાએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્‍મના દિગ્‍દર્શક કર્તવ્‍ય શાહ છે. લેખન કાર્ય ભાર્ગવ ત્રિવેદીએ સંભાળ્‍યુ છે. નિર્માતા તરીકેની સેવા અજય પટેલ, દિત જે. પટેલ, અશોક પટેલ અને પિયુષ પટેલની છે.

સવા બે કલાકની બનેલ આ ફિલ્‍મનું શુટીંગ અમદાવાદમાં કરાયુ છે અને ઐશ્વર્યા મજમુદારના સ્‍વરમાં સ્‍વરબધ્‍ધ ગરબો ‘ઘેલી થઇ જાવ' જમાવટ કરે છે. કોલેજ લાઇફ સ્‍ટાઇલના એક ગીત સહીત અન્‍ય ગીતો પણ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્‍મ ‘શષા'ના કલાકારો ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી, પ્રિયલ ભટ્ટ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

અકિલા ઇવેન્‍ટ યોજીત ‘ગુજરાત્રી' મારા માટે યાદગાર પળો : ચેતન ધનાણી

રાજકોટ : લોચા લાપસી, રેવા, ડીયર ફાધર, સમંદર, કસુંબો જેવી ગુજરાતી ફિલ્‍મોમાં મહત્‍વની ભુમિકાઓ ભજવી ચુકેલા ચેતન ધનાણીએ આ તકે ‘અકિલા' સાથેના પારિવારિક નાતાને પણ યાદ કર્યો હતો. તેઓએ જણાવેલ કે અકિલા ઇવેન્‍ટ પ્રસ્‍તુત ‘ગુજરાત્રી'માં પણ મે કામ કરેલુ. વિરલ રાચ્‍છ, મિલિન્‍દ ગઢવીના એ કાર્યક્રમમાં ‘ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ'ની વાત દર્શકોને અભિનયથી સમજાવવાની કપરી જવાબદારી એ સમયે મે વહન કરી હતી.

‘

(3:37 PM IST)