News of Saturday, 26th April 2025
‘અકિલા''ના મોભી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રી અજીતભાઇ ગણાત્રાનું અભિવાદન : પૂ. ધીરગુરૂદેવની નિશ્રા
કાલે વૈશાલીનગર ખાતે પ્રવચન : સોમવારે પૂ.તારાબાઇ મ.સા.ની પૂણ્યતિથીઃ ભકતામર જાપ- પ્રવચન

રાજકોટ : શ્રી જશ-પ્રેમ ધીર સંકુલ, વૈશાલીનગર ઉપાશ્રય ખાતે રવિવારે સવારે ૯-૩૦ કલાકે પ્રવચન અને તા. ર૮ ને સોમવારે પૂ. તારાભાઇ મ.સ.ની પાંચમી પૂણ્યતિથિ ઉપલક્ષે સવારે ૯.૦૦ કલાકે ભકતામર જાપ, ૯-૩૦ કલાકે પ્રવચન યોજાયેલ છે. દર આઠમ-પાખીના સમૂહ આયંબિલ તપનું આયોજન ચાલુ છે. આયંબિલ કરનારાએ નામ લખાવવા જરૂરી છે.
પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાનું અકિલા પરિવારના ધ્રુમિલ પારેખના હસ્તે અભિવાદન કરાયું હતું. આ તકે વિપુલભાઇ પંચમીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
(3:56 PM IST)










