News of Saturday, 26th April 2025
રાજકોટ શહેર-જીલ્લામાં વસતા પાકિસ્તાની નાગરિકો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે! ગાઇડલાઇનની જોવાતી રાહ
આગામી ૪ તારીખે નીટની રાજકોટમાં પરીક્ષાઃ ૧૩ કેન્દ્રોઃ ૬૩૦૦ ઉમેદવારઃ જડબેસલાક પોલીસ બંદોબસ્ત બપોરે ૧ વાગ્યાથી કલેકટર-એસ.પી. વચ્ચે મંત્રણાઃ ગાઇડ લાઇન મુજબ તમામ કાર્યવાહી થશે

રાજકોટ, તા. ર૬: રાજય સરકારે દરે જીલ્લા કલેકટર અને પોલીસ તંત્રને તેમના જીલ્લામાં વસતા લોંગટર્મ અને શોર્ટટર્મ વીઝા ધરાવતા પાકિસ્તાની નાગરીકોને હાંકી કાઢવાના આદેશો કર્યા બાદ રાજકોટ જીલ્લા કલેકટર અને શહેર-જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી શરૂ કરાઇ છે.
એવોર્ડ લઇને પરત ફરેલા જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં વસતા લોંગટર્મ-શોર્ટટર્મ વીઝાવાળા પાકિસ્તાની નાગરીકો અંગે શહેર-જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે, અમારૂ મહેસુલ તંત્ર પણ ઉપરથી એટલે કે ગાંધીનગરથી આવનારી ગાઇડ લાઇનની રાહ જોઇ રહયું છે, ગાઇડ લાઇન મુજબ અમે પણ કાર્યવાહી કરીશું.
કલેકટરે જણાવેલ કે સવારમાં જ પાકિસ્તાની નાગરીકો અંગે પોલીસ ખાતાની વીસી યોજાઇ હતી, અમે જીલ્લા પોલીસ તંત્રને બપોરે બોલાવ્યા છે, બપોરે ૧ વાગ્યે મંત્રણા કરીશું અને ગાઇડ લાઇન મુજબ તમામ કાર્યવાહી થશે.
કલેકટરે જણાવેલ કે આગામી ૪ મે ના રોજ રાજકોટમાં નીટની પરીક્ષા બપોરે ર થી પ લેવાશે, કુલ ૧૩ કેન્દ્રો ઉપર ૬૩૧૩ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, આ માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત રહેશે, જીલ્લા કમીટીના વડા સંદર્ભે સરકારે આજે નીટની પરીક્ષા અંગે મીટીંગ લીધી હતી
(3:49 PM IST)










