<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

રેસકોર્ષ સ્‍વિમીંગ પુલ નવા વાઘા સાથે સજજઃ ગુરૂવારથી ફરી ધુબાકા લાગશે

રૂા. ૧.૬૩ કરોડના ખર્ચે ચિલ્‍ડ્રન ડેકએરિયા સહિતની સુવિધાઃ ત્રીમાસીક રજીસ્‍ટ્રેશન તા. ર૮ ના એપ્રિલના સવારે ૧૧ કલાકે www.rmc.gov.in પરથી થઇ શકશે

નવા રૂપરંગઃ મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત રેસકોર્ષ સ્‍નાનાગારનું રીનોવેશન કામ પુર્ણ થતા નવા રૂપરંગમાં સજજ થવા પામ્‍યું છે તે વખતની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ર૬: શહેરના રેસકોર્ષ સંકુલમાં મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત લોકમાન્‍ય તિલક સ્‍નાનાગારનો રૂા. ૧.૬૩ કરોડ ખર્ચે રીનોવેશન કામ પુર્ણ થતા. આ સ્‍નાનાગાર ફરી ૬ મહિના થી વધુ સમયબાદ તા. ૧ મે થી શરૂ થશે. રજીસ્‍ટ્રેશન ર૮ મે ના સવારે ૧૧ કલાકથી કોર્પોરેશનની વેબસાઇટ પર શરૂ થશે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા હસ્‍તકની રેસકોર્ષ તાાનાગાર શાખા ખાતેના શ્રી લોકમાન્‍ય તિલક તાાનાગાર, રેસકોર્ષ જે હાલ જુલાઇ-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ સુધી રિપેરીંગ/રિનોવેશનની કામગીરી સબબ તાાનાગાર જાહેર જનતા માટે બંધ રાખવામાં આવેલ હતો. જે હાલ તા. ૧ મે  થી ફરીથી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવે છે. જેમાં તાાનાગાર ખાતે શિખાઉ, જાણકાર તથા ચિલ્‍ડ્રન સભ્‍યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.

તાાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજીસ્‍ટ્રેશન તા. ૨૮ એપ્રિલ સોમવારના સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.

ગત ચોમાસા દરમ્‍યાન રેસકોર્ષ લોક માન્‍ય તિલક તાાનાગાર રીનોવેશન ની કામગીરી માટે બંધ કરવામાં આવેલ, તથા તે અન્‍વયે રૂ.૧.૬૩ના કરોડના ખર્ચે મુખ્‍યત્‍વે નીચે મુજબની કામગીરી તા.૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી આગામી માસથી લોકો માટે ખુલો મુકવામાં આવનાર છે.

કઇ-કઇ સુવિધાનું નવિનીકરણ

આ મુખ્‍ય સ્‍વીમીંગ પુલ તથા ચિલ્‍ડ્રન સ્‍વીમીંગ પુલની ટાઈલ્‍સનું નવીનીકરણ તથા વોટરપ્રુફીંગ કામ, ડેક એરિયાનું વિસ્‍તળતિકરણ

નવા રજીસ્‍ટ્રેશન શરૂ થવાના ૩૦ દિ'માં ૭૪૩૯ મેમ્‍બરોની નોંધણી

સ્‍વીમીંગ પુલો ભરચકકઃ દરરોજ ર૪૭ સભ્‍યો નોંધાયા

રાજકોટ, તા. ર૬: મહાનગરપાલિકા હસ્‍તકની વિવિધ રમત ગમતની સુવિધાઓમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ તાાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગાર કાલાવડ રોડ, શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા તાાનાગાર સાધુવાસવાણી રોડ, જેમાં ૦૪ તાાનાગારો ખાતે શિખાઉ તથા જાણકાર સભ્‍યો માટે પ્રવેશ પ્રક્રિયા તા.૨૭ માર્ચ થી શરૂ કરવામાં આવેલ. જેમાં રજીસ્‍ટ્રેશન શરૂ થયાના ૩૦ દિવસમાં જ ૭૪૩૯ સભ્‍યો નોંધાયેલ છે.

જેમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ તાાનાગાર, કોઠારીયા રોડમાં ૨૩૬૩, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગાર, કાલાવડ રોડમાં ૨૬૯૦, શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર, પેડક રોડમાં ૧૮૦૯, શ્રી જીજાબાઇ તાાનાગાર, સાધુ વાસવાણી રોડમાં ૫૭૭ સહીત કુલ સભ્‍યોની સંખ્‍યા ૭૪૩૯ થઇ છે.

(3:57 PM IST)