News of Sunday, 27th April 2025
રાજકોટમાં ત્રિકોણ બાગ નજીક ટાઈટન કંપનીમાં થયેલી 73 લાખની ચોરીનો ભેદ ઉકેલા:ગેંગનો એક સાગરિત ઝડપાયો
બ્રાન્ડેડ ઘડિયાળની ચોરીમાં બિહારના મોતીહારી જિલ્લાના ઘોડાસનની પ્રખ્યાત ચાદર ગેંગની સંડોવણી નેપાળ બોર્ડર નજીક એક ગામમાંથી એક સાગરીતને 6.29 લાખની 21 ચોરેલી ઘડીયાળ સાથે ઝડપી લેવાયો

રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટન કંપનીના શો-રૂમમાંથી 102 બ્રાન્ડેડ ઘડિયાળ અને રૂપિયા 4 લાખ રોકડા મળી કુલ રૂપિયા 73 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરી કરતી ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યો છે.
બ્રાન્ડેડ ઘડિયાળની ચોરીમાં બિહારના મોતીહારી જિલ્લાના ઘોડાસનની પ્રખ્યાત ચાદર ગેંગની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગેંગને પકડવા બિહાર અને નેપાળ પહોચી તપાસ હાથ ધરી હતી. જેમાં નેપાળ બોર્ડર નજીક એક ગામમાંથી ગેંગના પાંચ સભ્યો પૈકી એક સાગરીતને 6.29 લાખની 21 ચોરેલી ઘડીયાળ સાથે ઝડપી લેવામાં આવ્યો છે અને ગેંગના અન્ય 4 સભ્યોને પકડવા તપાસ હાથ ધરી છે
(10:24 PM IST)










