News of Monday, 28th April 2025
જૂના મોરબી રોડ ઓઇલમીલ પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો કેતન પકડાયો
ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ના કોન્સ સત્યજીતસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા.૨૮: જૂના મોરબીરોડ પર આવેલી ઓઇલમીલ પાસે ડીસીપીઝોન -૧ની એલસીબીની ટીમે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ પર એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્સ સત્યજીતસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા જૂના મોરબી રોડ પર આવેલી ઓઇલ મીલ પાસે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો કેતન કનુભાઇ શાહ (ઉ.વ.૪૮) (રહે. કાલાવડ રોડ રાણી ટાવર પાસે અમૃતાનગર શેરી નં.૨) ને પકડી લઇ પુછપરછ કરતા ગ્રાહક તરીકે ક્રિકેટ મેચ પર જુગાર રમવા માટે ડીપોઝીટ પેટેના રૂા.૨૦ હજાર જમા કરાવી રૂા.૪૫૦૦૦ના સોદા કરી જુગાર રમતો હોવાનું જાણવા મળ્યુ હતું આ કામગીરી હેડ કોન્સ એચ.આર. પરમાર, કોન્સ સત્યજીતસિંહ જાડેજા, દીવ્યરાજસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.
નવાગામમાં જુગાર રમતા ત્રણ પકડાયા
નવાગામ આણંદપર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કુવાડવારોડ પોલીસ મથકના કોન્સ જયદીપભાઇ ધોળકીયાને બાતમી મળતા પી.એસ.આઇ એમ.જે.વરૂ કોન્સ જયદીપ ધોળકીયા, સંજયભાઇ જાદવ, ભાવેશભાઇ મકવાણા અને યશપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે નવાગામ આણંદપરમાં દરોડો પાડી દેવનગર ઢોરામાં તીનપતીનો જુગારરમતા દેવનગર ઢોરામાં રહેતા ઘનજી રાઘવજીભાઇ કુમાર ખાણીયા, નવાગામ ખોડીયાર પાર્ક શેરી નં. ૩ ના નવઘણ ઉર્ફે દિનેશ ગગજીભાઇ સોલંકી, દેવનગર ઢોરા પાસે રહેતો ચંદુ ચકુભાઇ ફતેપરાને પકડી લઇ ૧૧૨૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
(2:27 PM IST)










