હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
મેગી લેવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ૧૬ વર્ષની સગીરા લાપતાઃ અપહરણનો ગુનો
રામનાથપરા વિસ્તારનો બનાવઃ સગીરાના પિતાએ જાણ કરતા એ-ડીવીઝન પોલીસે તપાસ હાથધરી

રાજકોટ તા.૨૮: રામનાથપરા કોઠારીયાનાકા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા મેગી લેવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કોઠારીયા વિસ્તારમાં રહેતી ૧૬વર્ષની સગીરા ગઇકાલે ઘરે હતી તેના પિતા સગીરાની નાનીના ઘરેથી પરત આવતા હતા. ત્યારે રેલવે સ્ટેશન પાસે પહોંચતા ઘરેથી ફોન આવતા જાણવા મળ્યુ કે સગીરા ઘરેથી રૂા.૨૦ લઇને મેગી લેવા માટે ગયા બાદ પરત ઘરે આવી નથી ખબર પડતા સગીરાના પિતા તથા માતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા સગીરાના પિતાએ એ-ડીવીઝન પોલીસમાં જાણ કરતા હેડકોન્સ એલ.એ.જતાપરાએ સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એમ.આર. મકવાણાએ તપાસ હાથધરી છે.
(2:28 PM IST)










