તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
ગાયકવાડીમાં બે ફલેટના તાળા તુટયાઃ સોનલબેનના ફલેટમાં રૂા.૪૪ હજારની ચોરી
જામનગર માતાના ઘરે ઘરવખરીનો સામાન લેવા ગયાને તસ્કરો હાથફેરો કરી ગયાઃ બાજુમાં રાજુભાઇના ફલેટના પણ તાળા તુટયા

રાજકોટ તા.૨૮: જંકશપ્લોટ ગાયકવાડીમાં તસ્કરોએ બે ફલેટને નિશાન બનાવી મહિલાના ફલેટમાંથી રોકડ તથા દાગીના મળી રૂા. ૪૪૫૦૦ ની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગાયકવાડી શેરી નં. ૧૦માં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં પહેલામાળે રૂમ નં.૨માં ભાડે રહેતા સોનલબેન ઉદયભાઇ પીઠડીયા (ઉ.વ.૪૫) એ પ્રધ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે સોનલબેન ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ દરજીકામ કરે છે. મારી માતા ઇન્દુબેન ત્રણેક મહિનાથી મારી સાથે રહે છે. પરમ દિવસે હું તથા પતિ અને માતા ત્રણેય ફલેટને તાળુમારી માતા જામનગરમાં પહેલા જયાં રહેતા હતા ત્યાં તેના મકાનમાં થોડો ઘરવખરીનો સામાન પડયો હોઇ, તે લેવા માટે ગયા બાદ ત્યાં રોકાઇ ગયા હતા. ગઇકાલે સવારે અમારા ફલેટમાં બીજા માળે રહેતા કવીતાબેનનો મને ફોન આવેલ અને મને કહેલકે' તમારા ઘરનું તાળુ તુટેલુ છે. અને તમારા ઘરનો સામાન વેરવીખેર પડયો છે. જેથી મારા ઘરનજીક મારી દેરાણી ક્રિષ્નાબેનને ફોન કરી મારા ફલેટે ે તુરત જઇને તપાસ કરવાનું કહેતા દેરાણીએ મારા ફલેટે જઇ વીડીયો કોલ કરતા ઘરમાં સામાન વેરવીખેર જોતા અમે તુરત જ જામનગરથી નીકળી રાજકોટ પહોંચી ઘરે આવતા મારા રૂમનો દરવાજો ખુલ્લો હતો. અને સામાન વેરવીખેર હતો. અને કબાટ પણ તુટેલો જોતા તપાસ કરતા કબાટમાં તીજોરીમાં રાખેલા સોનાચાંદીના દાગીના અને રૂા.૨૦ હજાર રોકડા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. અને માર ફલેટની બાજુમાં ફલેટ ં.૩ માં ભાડે રહેતા રાજુભાઇ ઉપાધ્યાયના ફલેટના તાળા પણ તુટેલા હોઇ તે લખનઉ ગયા હોઇ મે તેને ફોન કરીને ચોરી થઇ હોવાની જાણકરી હતી તે અઠવાડીયા પછી આવવાના હોઇ તેથી તેના ફલેટમાં કેટલી માલમતાની ચોરી થઇ તે જાણવા મળ્યુ નથી બાદ મે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.કે.ગોહિલ સહિતે સ્થળપર પહોંચી ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. બીજે. રાણીંગાએ તપાસ હાથધરી છે.
(2:29 PM IST)










