News of Monday, 28th April 2025
ર૯ એપ્રિલઅખાત્રીજ એટલે ભગવાન શ્રી પરશુરામનું પ્રાગટય
આ દિવસનું કોઇપણ શુભકાર્ય માટે તેમજ ખરીદી માટે અનન્ય મહત્વ રહેલું છેઃ ભગવાનશ્રી પરશુરામ આજે પણ અજર-અમર છેઃ કહેવાય છે તેઓ ક્રોધિત હતા પણ ખરેખર ખુબ સોમ્ય, પરોપકારી, ભકિતોના ઉદ્ધારક છેઃ સૌ ભગવાન પરશુરામની અનેક અજર અમર કથાઓથી : તેઓ પ્રખર આજ્ઞાંકિત, પિતૃભકત, માતૃભકત

ઋષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા પુત્ર તરીકે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું અવતરણ થયેલું તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે.તેઓ અત્યંત સનિષ્ઠ પરાક્રમી હતા.
ભગવાન પરશુરામના જીવંત જીવન રહસ્યો અનેક છે. જે આજે પણ અજર-અમર છે. તેઓ શાષાો અને શષા વિદ્યાના પારંગત હતા. કહેવાય તેઓ ક્રોધિત હતા પણ ખરેખર ખુબ સોમ્ય, પરોપકારી, ભક્તોના ઉધારક છે. જયારે જયારે પળથ્વી પર અધર્મી ઓનો ત્રાસ વધ્યો ત્યારે ત્યારે ભગવાન પરશુરામ તેઓના સંહાર કરવા માટે ઉતરી આવ્યા છે. આપણા શાષાો અને ધર્મ અનુસાર જે સાત (૭) ચિરંજીવીઓ છે. જેમાં ભગવાન પરશુરામ ચિરંજીવી છે. (જે સાત ચિરંજીવી છે તે (૧) હનુમાનજી (૨) મહર્ષિ પરશુરામ (૩) અશ્વસ્થામા (૪) ઋષિ માર્કન્ડેય (૫) મહર્ષિ વેદ વ્યાસ (૬) કળપાચાર્ય (૭) જામવંતી.
આજના શુભ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય ત્યારે આ શુભઅવસરે સમગ્ર હિંદુ સમાજ તેમને યાદ-વંદન કરીને તેમની પૂજન અર્ચન કરે છે. સાથે-સાથે તેનું શષા ‘‘પરશુ''નું પણ પૂજન અર્ચન કરે છે. આજના દિવસે સમગ્ર બ્રાહ્મણ પરિવાર તેમની ખાસ પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવે છે. અને તેમની કળપા દ્રષ્ટિ મેળવે છે.
‘‘ભગવાન પરશુરામની અનેક અજર અમર કથાઓ છે''. કહેવાય છે કે ભગવાન ગણપતિ જે તેમના હાથમાં પરશુ રાખે છે તે પણ અજર અમર ભગવાન પરશુરામજીએ તેમને પ્રસન્ન થઇ ભેટમાં આપેલ છે. તેઓએ અનેક યોદ્ધાઓને શષા અને શાષા ની વિદ્યા આપી છે જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણનો સમાવેશ થાય છે. કર્ણને વિદ્યા આપ્યા બાદ તેને એક વાત કહેલ કે ‘‘જયારે તારે વિદ્યાની જરૂર પડશે ત્યારે જ તું તારી વિદ્યા ભૂલી જશે''.અને દાનવીર કર્ણ નું મળત્યુ થયેલું તે વાત પણ આપ સર્વેને વિદિત છે જ ભગવાન પરશુરામ કામધેનું ગાય પાછી લાવ્યાની વાત પણ ખુબ તેજોમય છે. જે જાણવા જેવી છે. પળથ્વીપર સહષાાર્જુન નામે રાજા હતો. તે ખુબ શક્તિશાળી અને બળવાન હતો.
ભગવાન દત્તાત્રેયજી પાસેથી તેમને એક હજાર હાથનું વરદાન મળ્યું હતું, જેના કારણે તેમને તેમની શક્તિનો ખુબ ઘમંડ અને અભિમાન હતું. ત્યારે વરુણ દેવે અભિમાની સહષાાર્જુન ને કહ્યું કે આ પળથ્વી પર તમારા કરતા પણ ખુબ શક્તિશાળી યોધ્ધા છે. જેનું નામ પરશુરામ છે. આ સાંભળી અભિમાની સહષાાર્જુન પરશુરામજીને શોધવા નીકળ્યા અને તેના આશ્રમે પહોચ્યા ત્યાં પહોંચતા અજર અમર પરશુરામજી હાજર ના હોય તેમના પિતા જમદગ્નિ અને માતા રેણુકાજીએ તેમનું રાજાને ઉચિત સ્વાગત કર્યું, તેમને ભાત-ભાતના ભોજન અને મિષ્ટાન જમાડયા આટલા ૩૨ ભાતના ભોજનીયા જોઈ રાજાને થયું આ ઋષિના આશ્રમમાં આટલા પકવાન કઈ રીતે? ત્યારે તેમણેજમદગ્નિને પૂછયું તો જમદગ્નિપાસે કામધેનું ગાય હોવાની વાત સાંભળી અને તે બધી ઈચ્છાઓ પૂર્ણ કરતી હતી.લાલચ અને લોભમાં તે ઋષિની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કામધેનું ગાયને પોતાની સાથે લઇ ગયો પરશુરામજી જયારે આશ્રમે પરત ફર્યા ત્યારે વાછરડાઓ દુઃખથી વિલખતા જોયા અને માતાજી પાસેથી સમગ્ર વાત સાંભળી ગુસ્સે થઈને પોતાના શષાો લઇ સહષાાર્જુન ને કહ્યું આવું અધમ કળત્ય ન કર પવિત્ર ગાય કોઈની પણ ના લેવાય ગાય પરત પણ સહષાાર્જુન એક ના બે ન થતા ભયંકર યુદ્ધ થયું ભગવાન શિવજીના આશીર્વાદ હોવાથી પરશુરામજીએ સહષાાર્જુનનો વધ કર્યો અને કામધેનું ગાયને તેના કેદમાંથી છોડાવી આશ્રમે પરત લઇ આવ્યા. આવી અનેક તેની અજર અમર કથાઓ છે. તેઓ તેમને તેમના તપ બળથી ભગવાન શિવ પ્રસન્ન થયેલ અને ભગવાન શિવે તેમને પરશુ (શષા) અર્પણ કરેલ .
તેઓ ધનુવિદ્યાના સર્વોતમ ગુરુ હતા. શ્રેષ્ઠ દાનવીર હતા ભગવાન પરશુરામ યોગ,વેદ અને નીતિ રીતિના પારંગત હતા આમ ભગવાન પરશુરામ ચિરંજીવ, શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક છે. અજર અમર છે. ભગવાન પરશુરામ ની કળતિ નજર સમક્ષ આવે તો વિકરાળ સ્વરૂપ ક્રોધ રૂપી ચહેરો માનસપટ પર છવાઈ જાય, પરંતુ ખરેખર તો ભગવાન પરશુરામ એક મળદુ. લાગણી-શીલ સહિષ્ણુ ઋષિ છે.ભગવાન પરશુરામ તપ, સંયમ શક્તિ, પરાક્રમ, કર્તવ્ય,સેવા, પરોપકારના આદર્શ પ્રતિક છે.
આજના શુભ દિને બદ્રીધામના દ્વાર પણ ખુલે છે અને જીવનને મોક્ષ તરફ લઇ જનારી ચારધામની યાત્રાની શરૂઆત થાય છે. આજના દિવસે વિવાહ વેપાર ગળહ પ્રવેશ, નવી ખરીદી વગેરે શુભ કાર્યો માટે વણ જોયું મુહુર્ત માનવામાં આવે છે.આજના દિવસને‘‘ યુગાદી તિથી''પણ માનવામાં આવે છે.
ભગવાન પરશુરામ અજર અમર હોવાથી મંદિરો બહુ ઓછા છે., નવ સ્થાપિત મંદિરોમાં રાજકોટ માં છે . લીંબડી હાઇવે પર છે. મોરબી ખાતે પણ સ્થાપના થયેલ છે. આ મંદિરે અનેક લોકો પૂજન-અર્ચન કરી માથું ટેકવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પરશુરામજી ની અનેક અજર અમર કથાઓ જીવંત છે આજના દિવસે સૌ પ્રાર્થના કરીએ કે આપ અમોને અમારું જીવન પૂર્વ વ્રત કરો... પ્રભુ
સમગ્ર હિંદુ સમાજ ભગવાન પરશુરામને શોર્ય - વીરતાના પ્રતિક તરીકે અખાત્રીજના પરમ્પરાગત પરશુરામ જયંતિ ધામધૂમ પૂર્વક - હર્ષોલ્લાસથી ઉજવે છે. પરશુરામ બ્રહ્મ તેજને એક અલગ પ્રકારે ક્ષાત્ર તેજ સાથે સંમીલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનાર મહાપુરુષ તરીકે ઇતિહાસમાં જગવિખ્યાત છે. આમ ભગવાન પરશુરામની જન્મ જયંતિએ સૌ તન મન બુદ્ધિ અને અહંકારનું કરીને ભગવાનને પામીએ, આવા વીર બ્રાહ્મણ આજ્ઞાંકિત,પિતળભક્ત માતળભક્ત એવા તેજસ્વી નીડર ,બળવાન શ્રી પરશુરામજીના ચરણ કમળ માં શત ..શત...નમન.... હર...હર...મહાદેવ ..., જય...જય... પરશુરામ
ઓમ જામદગ્નાય વિધમહે, મહાવીરાય ધીમહિ, તનો પરશુરામ પ્રચોદયાત !!(૩૬-ર)
ડો. રાજેશ એચ. ત્રિવેદી
લાયબ્રેરિયનપી.ડી.યુ. મેડીકલ કોલેજ,રાજકોટ. (૯૮૯૮૦૨૭૫૧૪)

(2:36 PM IST)










