News of Monday, 28th April 2025
રાજકોટમાં ૪પ.૪ ડીગ્રી
બપોરે રઃ૩૦ વાગ્યે : શહેરીજનોથી લઇ પશુપંખીઓની હાલત પણ દયનિય બનીઃ આજે સીઝનનું હાઇએસ્ટ તાપમાનઃ ગરમીનો રાઉન્ડ ચાલુ જ રહેશે

રાજકોટઃ છેલ્લા કેટલાંક દિવસોથી સૌરાષ્ટ્ર કચ્છ સહીત ગુજરાતભરમાં ગરમીનો પ્રચંડ રાઉન્ડ ચાલી રહયો છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે ત્યારે હજુ આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઇ સંભાવના દેખાતી નથી. આજે આ લખાય છે ત્યારે બપોરે રઃ૩૦ વાગ્યે રાજકોટમાં ૪પ.૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે હજી ત્રણ થી ચાર દિવસ ગરમીનો રાઉન્ડ ચાલુ રહેશે. તાપમાનનો પારો સામાન્યથી પાંચ થી છ ડીગ્રી ઉંચુ જ રહેશે.
દરમિયાન રાજકોટ શહેરની વાત કરીએ તો ગઇકાલે શહેરમાં ૪૪.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આજે સવારે ન્યુનતમ તાપમાન રપ.૮ ડીગ્રી, પવનની ગતિ ૧ર કી.મી.નોંધાયેલ ત્યારે આ લખાય છે ત્યારે બપોરે રઃ૩૦ વાગ્યે ભેજનું પ્રમાણ ર૭% અને ૧ર કી.મી.ની ઝડપે ગરમ લુ ફુંકાઇ રહી છે તો તાપમાન ૪પ.૪ ડીગ્રીએ પહોંચી ગયું છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થવાની પુરેપુરી સંભાવના છે. આજે મહતમ તાપમાન હાઇએસ્ટ નોંધાશે. (૩પ.૩૦)
(3:12 PM IST)










