<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

‘‘હાથીખાના આર્ય સમાજનો સુવર્ણ જયંતિ મહોત્‍સવઃ ૧પ૦ કુંડી મહાયજ્ઞ

રાજકોટઃ શહેરના હાથીખાના આર્ય સમાજના પચાસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સુવર્ણ જયંતિ મહોત્‍સવનો બે દિવસીય કાર્યક્રમ કૃષ્‍ણા પાર્ટી પ્‍લોટ, મવડી બાયપાસ રોડ ખાતે શરૂ થયો. પ્રથમ દિવસે આજે એકસો પચાસ કુંડી મહાયજ્ઞ આર્ષ કન્‍યા ગુરૂકુળના આચાર્ય શ્રી શીતલજીના બ્રહમા સ્‍થાન સાથે યોજાયો. જેમાં એકસો પચાસ દંપતીઓએ ભાગ લીધો. સાંજે ભજન, કીર્તન અને પ્રવચનના કાર્યક્રમોએ વાતાવરણને ભકિતમય બનાવ્‍યું. કાર્યક્રમમાં વૈદિક વિદ્વાન આજયજી આર્ય, આબુ ગુરૂકુળ આશ્રમના સ્‍વામી ઓમાનંદજી સરસ્‍વતી અને પંજાબથી પધારેલા ભજનિક જગત વર્માજીએ મનોહર ભજનો રજૂ કર્યા. ગુજરાતના પૂવ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્‍ય અતિથિ તરીકે હાજરી આપી આર્ય સમાજના પચાસ વર્ષની સેવાને બિરદાવી તેમણે જણાવ્‍યું કે ‘‘આર્ય સામાજિ ઉત્‍કર્ષ અને રાષ્‍ટ્ર સમર્પણની ભાવના સાથે કાર્ય કરે છે. મુખ્‍યમંત્રી તરીકે મેં આર્ય સમાજના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ટંકારા ખાતે દયાનંદ સરસ્‍વતીના સ્‍થાનકની મુલાકાત પણ સામેલ છે. પંજાબમા઼ પણ આર્ય સમાજનો વ્‍યાપક પ્રભાવ જોવા મળે છે.'' કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, ગુજરાત પ્રાંત આર્ય સમાજ સભાના મંત્રી દીપકભાઇ ઠકકર, વીવીપી એન્‍જિનિયરિંગ કોલેજના નરેન્‍દ્રભાઇ દવે, શારદાબેન વાછાણી, એડવોકેટ વિજયભાઇ તોગડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા. દિવસના અંતે આર્ય સમાજના પરિવારજનો માટે ભોજન પ્રસાદનું આયોજન થયું. બીજા દિવસે ભજન, ઉપદેશ, પ્રવચન, અતિથિ સન્‍માન અને આભારદર્શનના કાર્યક્રમો યોજાયા હતા.

(3:31 PM IST)