<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

રાજકોટની સેવાકીય સંસ્‍થાઓ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ

સ્‍તવન સાથે મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરાઇ : અબોલ જીવને જાર, મકાઈ, દુધ રોટલી અને કિડીયારૂ અર્પણ કરાયુ

રાજકોટ : જીવદયા ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનિમલ હેલ્‍પલાઇન, કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, વિવેકાનંદ યુથ ક્‍લબ રાજકોટ, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જનસેવા ટ્રસ્‍ટ, જય સીયારામ મિત્ર મંડળ, મકાઈ સેવા ગ્રુપ, સહારા યુવા ગ્રુપ, જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્ર વગેરે સેવાકીય સંસ્‍થાઆના સહયોગથી પહેલગામની ઘટનાના દિવંગતોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. શ્રદ્ધાંજલી અર્પણ કરતા બેનર સાથે રાખી સ્‍તવન સાથ શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ હતી. પર્યટકો ઉપર આતંકવાદીઓએ કાયરતાપૂર્વક ગોળીઓ વર્ષાવી નિર્દોષ ૨૬ લોકોની નિર્મમ હત્‍યા કરી નાખી તે ઘટનાને વખોડી કઢાઇ હતી. દેશની એકતા અંખડતા બતાવવા આ તકે અપીલ કરાઇ હતી. વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ જીવદયા ગ્રુપના મોભી ઉપેનભાઈ મોદી વતી વિરેન્‍દ્રભાઈ સંઘવી તેમજ અન્‍ય સંસ્‍થાઓ વતી મેહુલભાઈ રવાણીએ અને અંતમાં અરૂણભાઇ નિર્મળે શાબ્‍દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં પરીમલભાઈ જોશી, જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઈ હરિયાણી, જે. પી. ગોહેલ, વિનોદભાઈ વાડોદરિયા, ભરતભાઈ મકવાણા, નિશાંત હરીયાણી, ભરતભાઈ ભીંડા, બાપા સીતારામ ગૌ સેવા મંડળના હિરેનભાઈ કામદાર, સમીરભાઈ કામદાર, જનસેવા ટ્રસ્‍ટના અજયભાઈ વખારીયા, ફિરોજભાઈ ચારણીયા, જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટના મેહુલભાઈ રવાણી, હર્ષદભાઈ મહેતા, વિરેન્‍દ્રભાઈ સંઘવી, હરેશભાઈ દોશી, કિર્તીભાઈ પારેખ, જય માતાજી અબોલ જીવન માનવ સેવા કેન્‍દ્રનાં ચંદુભાઈ ગોળવાળા, મનુભાઈ બલદેવ, માંડણભાઈ ભરવાડ, જીવદયા ગ્રુપ રાજકોટ અને મકાઈ સેવા ગ્રુપના મિત્રો ભરતભાઈ બોરડીયા, હિતેશભાઈ દોશી, નિલેશભાઈ શાહ, વિજયભાઈ દોશી, શૈલેષભાઈ ઉદાણી, ડિમ્‍પલબેન શાહ, અલકાબેન બોરડીયા, કેતનાબેન વોરા, રૂબીબેન દોશી, જીગરભાઈ દોમડીયા, જયશ્રીબેન દોમડીયા, નિરવભાઈ પારેખ, શ્રદ્ધાબેન પારેખ, વિહાનભાઈ પારેખ, દીપકભાઈ મીઠાણી, મીનાબેન પારેખ, બીનાબેન દોશી, ભાવિશાબેન બાટવીયા, જયભાઈ બાટવીયા, જીમીબેન સંઘવી, હીનાબેન સંઘવી, આરતીબેન દોશી, અંકુરભાઈ મકવાણા, મધુબેન મકવાણા, હેમાબેન મોદી, પારસભાઈ મોદી વગેરે હાજર રહ્યા હતા. આ સમયે દાતાઓના સહકારથી જીવદયા કાર્યરૂપે કબૂતરોને ૬૦ કિલો જાર, ૭ બાચકા ખિસકોલીઓને મકાઈ, ૩૦૦ રોટલી  તથા ૧૦ લીટર દૂધ શ્વાનોને તેમજ ૨૨ કિલો કીડીયારું અર્પણ કરવામાં આવેલ.

(3:32 PM IST)