<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

૧૪ ગુનામાં સામેલ વિપુલ પિસ્‍તોલ સાથે પકડાયોઃ પેડલર પુત્ર હિતેશનું નામ ખુલ્‍યું

હજુ બે દિવસ પહેલા જ કોર્ટમાં ધમકી આપવા અંગે હિતેશ, તેના ભાઇ, માતા સુધા સામે ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૮: શહેર ક્રાઇમ બ્રાંચે માયાણીનગર મેઇન રોડ વિશ્વનગર આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૨૧/૨૨૩૦માં ત્રીજા માળે રહેતાં અને મારામારી, દારૂ, એટ્રોસીટી, રાયોટીંગ સહિતના ૧૪ ગુનામાં સામેલ વિપુલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.વ.૩૦)ને રૂા. ૧૫ હજારની દેશી બનાવટની પિસ્‍તોલ સાથે પકડી લીધો છે.

ક્રાઇમ બ્રાંચના દિપકભાઇ ડાંગર અને ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમીને આધારે માયાણીનગર મેઇન રોડ પર વિશ્વનગર આવાસ પાછળથી વિપુલને પિસ્‍તોલ સાથે પકડી આકરી પુછતાછ કરતાં તેણે આ પિસ્‍તોલ પોતે ડ્રગ્‍સ પેડલર સુધા ધામેલીયાના પુત્ર હિતેશ સુનિલભાઇ ધામેલીયા (રહે. રૈયાધાર) પાસેથી લાવ્‍યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. હજુ બે દિવસ પહેલા જ હિતેષ, તેના ભાઇ અને માતા સામે એક યુવાનને અગાઉ નવી કોર્ટમાં હથીયાર કેસમાં હિતેશનું નામ કેમ આપ્‍યું કહી ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. ત્‍યાં વધુ એક હથીયારમાં હિતેશનું નામ ખુલ્‍યું છે. પીઆઇ ગોંડલીયા, જાદવ, ડામોર અને એએસઆઇ ચેતનસિંહ ગોહિલ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

રક્ષા વિષયક સંસદીય સ્‍થાયી સમિતિની બેઠક આજે ૨૮ એપ્રિલના રોજ અત્‍યારે બપોરે ૩ વાગે યોજાવાની સંભાવના છે. આ બેઠક પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા, જેમાં ૨૬ લોકો મળત્‍યુ પામ્‍યા, તેના પરિપે્રક્ષ્યમાં મહત્‍વની છે. ચર્ચામાં હુમલાની તપાસ, રાષ્‍ટ્રીય સુરક્ષા, લશ્‍કરી તૈયારી અને અગ્નિવીર યોજના જેવા મુદ્દાઓ ઉઠી શકે છે. સમિતિની ભલામણો રક્ષા નીતિ માટે નિર્ણાયક હશે.

(3:33 PM IST)