<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

રાજકોટમાં ૪ પુરૂષ, ૯ મહિલા મળી ૧૩ બાંગ્‍લાદેશી ગેરકાયદેસર રીતે રહેતા'તાઃ ડિપોર્ટની તજવીજ

રાજકોટમાંથી ઝડપાયેલા બાંગ્‍લાદેશીઓની જોઇન્‍ટ આર્મી, બીએસએફ, એરફોર્સ, એટીએસ, સેન્‍ટ્રલ અને લોકક આઇબી, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, ઇઓબી, પીસીબી દ્વારા સઘન પુછતાછ શહેર પોલીસે સતત બે દિવસ તપાસ કરી એક હજારથી વધુ લોકોની તપાસ કરી હતીઃ તેમાંથી ૧૩ બાંગ્‍લાદેશી ઘુસણખોર નીકળ્‍યા

રાજકોટ તા. ૨૮: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્‍યાને રાખી ગળહવિભાગ અને ડીજીપી તરફથી મળેલ સૂચના અંતર્ગત રાજ્‍યભરની પોલીસ અને બ્રાંચ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્‍લાદેશીઓને શોધી કાઢવા ઝુંબેશ શરૂ થઇ છે. તે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર, જોઈન્‍ટ પોલીસ કમિશનરની સુચનાથી શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એલસીબી, ઇઓડબલ્‍યુની ટીમોએ શહેરભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી એક હજારથી વધુ લોકોને ચકાસ્‍યા હતાં. જેમાંથી ૧૩ બાંગ્‍લાદેશી ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી રાજકોટમાં ઘુસીને રહેતાં હોવાનું ખુલતાં આ તમામની હાલ અલગ અલગ એજન્‍સીઓ દ્વારા પુછતાછ શરૂ થઇ છે. ઇન્‍ટ્રોગેશન બાદ તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી થશે.

શનિવારથી શહેરના તમામ પોલીસ સ્‍ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્‍ચ, એસઓજી, પીસીબી, ઇઓડબલ્‍યુ, એલસીબીઅ તપાસ શરૂ કરી રામનાથપરા, ભગવતીપરા, સોની બજાર સહિતના વિસ્‍તારોમાંથી એક હજાર જેટલા લોકોને બોલાવી તેની પુછતાછ કરી હતી.  તપાસને અંતે આરંભે ૧૦ લોકો ગેરકાયદેસર રીતે બાંગ્‍લાદેશથી ઘૂસણખોરી કરી ગુજરાતમાં અને રાજકોટમાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું. વધુ તપાસમાં વધુ ૦૩ બાંગ્‍લાદેશી મળી આવ્‍યા હતાં. આ  તમામની પૂછપરછ કરી સરકારને રિપોર્ટ કરી ડિપોર્ટ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુબજ આ ૧૩ બાંગ્‍લાદેશી રાજકોટમાં છેલ્લા દોઢ-બે વર્ષથી આવ્‍યા હોવાનું અને અહીંયા છૂટક મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્‍યું છે તેમજ આ લોકો બાંગ્‍લાદેશથી જંગલ મારફત પヘમિ બંગાળ અને ત્‍યાંથી દિલ્લી મુંબઈ થઇ ગુજરાતમાં આવ્‍યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્‍યું છે. આ સર્ચ ઓપરેશન હજુ ચાલુ રહેશે. શહેરના જે કોઇપણ લોકો પાસે આવા શંકાસ્‍પદ રહેવાસીઓની માહિતી હોય તો પોલીસ સુધી પહોંચાડવા અનુરોધ કરાયો છે. માહિતી આપનારનું નામ પોલીસ ગુપ્‍ત રાખશે.

શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, સી. એચ. જાદવ, એમ. એલ. ડામોર, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા તેમજ અન્‍ય અધિકારીઓ, ટીમો દ્વારા સર્ચ ઓપેરશન હાથ ધરાયું હતું. હાલમાં ઝડપાયેલા ૧૩ બાંગ્‍લાદેશીમાં ૪ પુરૂષો અને ૯ મહિલા સામેલ છે. આ તમામની પુછપરછ જોઇન્‍ટ આર્મી, બીએસએફ, એરફોર્સ, એટીએસ, સેન્‍ટ્રલ અને લોકલ અને સેન્‍ટ્રલ આઇબી, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, ઇઓબી, પીસીબી દ્વારા થઇ રહી છે. પુછતાછને અંતે તમામને ડિપોર્ટ કરી પરત તેમના વતનમાં મોકલી દેવાની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્‍યું છે. આ લોકોએ અહિ રોકાયા એ સમય દરમિયાન કોઇ ગેરકાયદે પ્રવૃતિમાં ભાગ તો નથી ભજવ્‍યો ને? તે સહિતની તપાસ, પુછપરછ થઇ રહી છે.

(3:54 PM IST)