News of Monday, 28th April 2025
સૌરાષ્ટ્ર સિકયૂરીટી એન્ડ સર્વેલન્સ એસોસીએશનની કારોબારીની રચનાઃ પ્રમુખ પ્રશાંત પરમાર-ઉપપ્રમુખ જયદિપ પટેલ
રાજકોટ-સૌરાષ્ટ્રમાં સંસ્થાના ૫૫૦થી વધુ સભ્યોઃ જાન્યુઆરીમાં નેશનલ લેવલનો એકસ્પો યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર સિકયુરીટી અને સર્વેલન્સ એસોશિએશનની વાર્ષિક સામાન્ય મીટીંગ મળી. જેમાં ગતવર્ષના હિસાબોની બહાલી, ગતવર્ષના કાર્યક્રમોની ઝલક તેમજ આગામી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે નવા કારોબારી સભ્યોનું સિલેક્શન થયું હતું. આ એસોસીએશનમાં દર વખતની જેમ જ ઈલેક્શન નહિ સિલેકશનના ધોરણે કમિટીનું ગઠન થાય છે. કોઈ પણ જાતના મનમોટાવ કે ચૂંટણી વગર કામ કરતા મેમ્બરમિત્રો માંથી જ કમિટી અને પ્રમુખનું શિલેક્શન થાય છે. તેમ જણાવાયું છે
આ પ્રસંગે ફેડરેશન ઓફ આઈટી એસોશિએશન ઓફ ગુજરાત (FITAG)ના ઉપપ્રમુખશ્રી મનીષભાઈ પટેલ અને ભાવિનભાઈ ગાઠાણી. રાજકોટ કોમ્પુટર એસોશીએશન(RCTA) ના પ્રમુખશ્રી કિરીટભાઈ ઓગાણજા, રાજકોટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોશીએશનના (RITA) ઉપપ્રમુખશ્રી અને કોમ્પ્યુટર ટુડે ના ઉદય ભોજાણીની ઉપસ્થિત રહેલ.
વાર્ષિક સાધારણ સભા શરુ કરતા પહેલા પહેલગામના આતંકવાદી હુમલાના મળતકોની આત્મશાંતિ માટે બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રમુખ - શ્રી પ્રશાંત પરમાર, ઉપપ્રમુખ - શ્રી જયદીપ પટેલ, સેક્રેટરી - શ્રી પ્રીતેન પીઠડીયા, જોઈન્ટ સેક્રેટરી - શ્રી હરિકળષ્ણ દલ, ટ્રેઝરર - શ્રી રમેશ નંદાણીયા, જોઈન્ટ ટ્રેઝરર - શ્રી કીરીટ વરસાણી, શ્રી નીરજ શુક્લા, આઇપી - શ્રી કળણાલ ગોધાસરા એસોશિએશનના કાયમી માર્ગદર્શક તરીકે શ્રી મનીષભાઈ પટેલ, શ્રી જતીનભાઈ સંઘાણી શ્રી સુનીલભાઈ શાહ, શ્રી વિશાલભાઈ મહેતા અને શ્રી કેતનભાઈ દોશી છે.
કારોબારી સભ્યશ્રી ં ધર્મેશ ગાઠાણી, નીલેશ દલસાણીયા, ધર્મેશ સરવૈયા, દીપ ગઢવી, પરેશ ચૌહાણ, નિશાંત બદીયાણી, હિતેશ વાંદરા, અંજની પટેલ, રવી પટેલ (જામનગર કોઓર્ડીનેટર), નીલેશ ઘોડાસરા (મોરબી કોઓર્ડીનેટર), દીક્ષીત ડાભી (સુરેન્દ્રનગર કોઓડીનેટર) ની નિમણૂક કરવામાં આવી હતી.
વિદાય લેતા પ્રમુખ શ્રી કળણાલભાઈએ વક્તવ તેમના ગયા વર્ષની કામગીરીના લેખાજોખા ગણાવ્યા હતા જેમાં એસોસીએશનના મેમ્બરના બાળકો માટેનો સન્માન સંભારભ તેમજ સમગ્ર એસોસીએશનના મેમ્બર મિત્રોને મુંબઈ ખાતે કોર્ડીલા કુઝનો પ્રવાસ યાદગાર રહેલ હતો. તેમજ રાજકોટ ખાતે નેશનલ લેવલનો ત્રીજો સર્વેલન્સ અને આઈટી બિઝનેશ એક્સ્પો પણ સફળ બનાવવા બદલ સર્વે કંપનીઓ તથા મેમ્બર મિત્રોનો આભાર માન્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ પ્રશાંતભાઈ પરમારે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે આવનારા વર્ષમાં સમગ્ર સીસીટીવી સર્વેલન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એની સાથે તમામ જોડાયેલા લોકો પ્રગતી કરે તે માટે કામ કરવાનું તેમનું લક્ષ્ય રહેશે. સાથે સાથે રાજકોટ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રમાં એસોશીએસનના સર્વેલન્સ અને સિકયુરીટી ઇન્ડસ્ટ્રીઝના લોકો એસોશીએશનના મેમ્બર બની પ્રગતી કરે તે માટે વિવિધ કાર્યક્રમો કરવા માટે એસોશીએશન તૈયાર હોવાનું અંતમાં જણાવેલ. (તસ્વીશઃ અભિજીત બગથરીયા)
(4:03 PM IST)










