<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પહેલગામ હુમલાનો આકરો જવાબઃ દિવંગતોને શ્રધ્‍ધાંજલિઃ ભૂપત બોદર

બોદર પરિવારે જરૂર પડયે દેશ માટે એક વર્ષની સંપૂર્ણ આવક દેશને અર્પણ કરવા તૈયારી દર્શાવી : ભૂપત બોદરનું દેશ પ્રત્‍યે સમર્પણ : પેટ્રોલ પંપ, સિલિકા સેન્‍ડ પેઢી, શૈક્ષણિક સંસ્‍થાઓની એક વર્ષની આવક દેશને અર્પણ. ફિલ્‍મ પ્રોડક્‍શનની આગામી ફિલ્‍મ ‘ફરાર'ની સંપૂર્ણ આવક દેશ માટે સમર્પિત. પરિવારના સભ્‍યો જૈમિન, શોભનાબેન અને શિવમનું સંપૂર્ણ સમર્થન.

રાજકોટઃ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભૂપત બોદર મો.૯૮રપ૦ ૪૬૭પ૯ જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને આઘાતજનક અને નિંદનીય ગણાવી, મળતકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોના ઝડપથી સ્‍વસ્‍થ થવાની પ્રાર્થના કરી. તેમણે જણાવ્‍યું કે, આ હુમલાથી સમગ્ર ભારતીયોનું હૃદય ઘવાયું છે અને આતંકવાદ સામે લડવા દેશ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા ગળહમંત્રી અમિતભાઈ શાહની સાથે એકજૂટ છે. ભૂપતભાઈએ ‘દેશ સલામત તો પરિવાર સલામત'ની ભાવના સાથે, આતંકવાદનો સામનો કરવા પોતાના પરિવાર સાથે સેવાયજ્ઞમાં જોડાવાનો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો. જરૂર પડ્‍યે તેમણે પોતાના વિવિધ ધંધા-વ્‍યવસાયો જેવા કે પેટ્રોલ પંપ, સિલિકા સેન્‍ડ પેઢી, શૈક્ષણિક સંસ્‍થાઓ અને ફિલ્‍મ પ્રોડક્‍શનની આગામી ફિલ્‍મ ‘ફરાર'ની એક વર્ષની સંપૂર્ણ આવક દેશને અર્પણ કરવાની તૈયારી દર્શાવી. આ હુમલાને ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે સરખાવતા, તેમણે પાકિસ્‍તાનને આતંકવાદનું આશ્રયસ્‍થાન ગણાવી, મોદી સરકારના આકરા પગલાંઓ જેવા કે પાકિસ્‍તાની દૂતાવાસ બંધ, સિંધુ જળ સંધિ પર રોક અને  વિઝા રદ કરવાની પહેલને આવકારી.  શ્રી બોદરે આતંકવાદને વૈશ્વિક સમસ્‍યા ગણાવી, દેશને એકતાથી આ રાક્ષસને નાથવા હાકલ કરી.

(4:09 PM IST)