News of Monday, 28th April 2025
રાજકુમાર કોલેજનો ૧૫૫મો વાર્ષિક સમારોહઃ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણીઃ પહેલગામ હુમલાની આકરી ઝાટકણી

રાજકોટઃ ઐતિહાસિક રાજકુમાર કોલેજ ખાતે ૧૫૫મો વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ ભવ્ય અને ભવ્યાતિભવ્ય રીતે યોજાયો. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, સાંસ્કળતિક અને અભ્યાસેતર પ્રવળત્તિઓમાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરનાર ૧૭૫ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. સમારોહના મુખ્ય અતિથિ અને મનોહર પર્રિકર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ ઇન્સ્ટિટયૂટ (આઈડીએસએ)ના ડિરેક્ટર જનરલ શ્રી સુજન ચિનોયયે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરી. તેમણે આ હુમલાને નિર્દોષ પ્રવાસીઓના જીવન અને સપનાઓને નષ્ટ કરનાર ઘૃણાસ્પદ કળત્ય ગણાવી, મળતકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર અને ભારતીય સેના આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો ખાત્મો કરવા સંપૂર્ણપણે સક્ષમ છે.
સુજન ચિનોય, જેઓ ૧૯૬૫થી ૧૯૭૪ દરમિયાન રાજકુમાર કોલેજના વિદ્યાર્થી રહ્યા,એ આ સમારોહને પોતાના બાળપણની યાદોને તાજી કરનાર અનુભવ ગણાવ્યો. તેમણે સ્વામી વિવેકાનંદના ‘‘ભારતની માટી મારું સર્વોચ્ચ સ્વર્ગ છે, ભારતનું ભલું એ જ મારું ભલું''ના વિચારોને ટાંકી, માતળભૂમિ પ્રત્યેની જવાબદારીનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે કોલેજની શૈક્ષણિક અને અભ્યાસેતર સુવિધાઓની પ્રશંસા કરી, જે દીકરા અને દીકરીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, ‘‘કોલેજની ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સહઅભ્યાસી પ્રવળત્તિઓમાં નોંધપાત્ર પ્રગતિ જોઈને હૃદયસ્પર્શી આનંદ થાય છે.''
રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ સંબોધનમાં જણાવ્યું કે, ‘‘રાજકુમાર કોલેજ વિદ્યાર્થીઓના અદ્ભુત સપનાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તપોભૂમિ છે.'' તેમણે સંસ્કળત વ્યાખ્યા ‘‘સા વિદ્યા યા વિમુક્તયે'' (શિક્ષણ એ જ જે મુક્તિ આપે) અને કોલેજના સૂત્ર પ્રયસ્ય બુદ્ધિર્બલં તસ્યઙ્ઘ (જેની પાસે બુદ્ધિ છે તે જ શક્તિશાળી)નો ઉલ્લેખ કરી, શિક્ષણની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોને ટાંકયા, રાજવીપણું એટલે સંવેદના, ગરિમા, નમ્રતા, કરુણા, પ્રામાણિકતા અને શિષ્ટાચાર, અને રાજકુમાર કોલેજની સાંસ્કળતિક પરંપરાઓ, નૈતિક મૂલ્યો, ન્યાય અને પ્રામાણિકતાને જાળવવાની પ્રતિબદ્ધતાની સરાહના કરી.
સમારોહની શરૂઆત ‘‘આપણું વિશ્વ, આપણું ભવિષ્ય એક શ્રેષ્ઠ આવતીકાલની રચના'' વિષય હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વિશેષ કળતિઓના ભવ્ય પ્રદર્શનથી થઈ. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીનું પ્રદર્શન થયું, જેને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ વખાણ્યું.
કોલેજના રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કળત પાઇપ એન્ડ ડ્રમ બેન્ડે કુમારી નેન્સી ગરેજા અને કુમારી કાવ્યા ઘોડિયાના નેતળત્વ હેઠળ મનમોહક પ્રસ્તુતિ આપી. બેન્ડ ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીનીઓએ પરેડ, સુશોભન પ્રદર્શન અને આર્મી ગીતોની ધૂન રજૂ કરી, ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા. આ પ્રસ્તુતિએ ઉપસ્થિત વાલીઓ, રાજવીઓ અને શિક્ષણવિદોને ભાવવિભોર કર્યા.
સમારોહમાં ભાવનગરના મહારાજા રાઓલ વિજયરાજસિંહજી, લીંબડીના ઠાકોર સાહેબ જયદીપસિંહજી, ચુડાના ઠાકોર સાહેબ કળષ્ણ કુમારસિંહજી, લાઠીના ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી, મુળીના ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી, જ્યેષ્ઠ નગરજનો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આચાર્ય યશ સક્સેનાએ વર્ષ દરમિયાનની શૈક્ષણિક અને અન્ય પ્રવળત્તિઓનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો, જેમાં રમતગમત, કળા, વિજ્ઞાન અને સામાજિક પ્રવળત્તિઓમાં કોલેજની સફળતાઓનો ઉલ્લેખ કરાયો. ઉપાચાર્ય કેયુરીબા ગોહિલે ઉપસ્થિત તમામનો આભાર માન્યો. વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં ઉદ્ધોષણ કરી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું.
રાજકુમાર કોલેજ, જેની સ્થાપના રાજવીઓ દ્વારા ૧૮૭૦માં કરવામાં આવી હતી, શિક્ષણની સાથે ભારતીય સંસ્કળતિ, નૈતિક મૂલ્યો, ન્યાય અને પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે. આ પરિસર માત્ર ઇમારતોનું નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવાનું કેન્દ્ર છે, જે પ્રશ્નકર્તા અને સંવેદનશીલ મનોવાળા વિદ્યાર્થીઓનું નિર્માણ કરે છે.
(4:26 PM IST)










