<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અગન ઓકતા આકાશમાં અષાઢી માહોલ સર્જાશેઃ આગામી ૫ થી ૧૧ મે સુધીમાં માવઠું: હવામાન નિષ્‍ણાત કિશોર ભાડજા

 

રાજકોટઃ થોડા સમય પહેલાં અકિલાને જણાવ્‍યું હતું કે વૈશાખ મહિનામા ભરણી નક્ષત્રમા માવઠાની શકયતા છે. જે ચૈત્ર મહિનામાં તારીખ ૨૭-૪-૨૦૨૫ રવિવાર સમય ૧૯:૧૧મિનિટ સૂર્ય નક્ષત્ર ભરણીમા બેઠું છે અને વૈશાખ સુદ ચૌદશ તારીખ ૧૧-૫-૨૦૨૫ રવિવાર સમય ૧૩:૧૯ મિનિટ સૂર્ય નક્ષત્ર ક્રુતિકામાં  બેશે છે. તે જોતા આગામી તારીખ ૫ મે થી ૧૧ મે ના  દિવસોમાં માવઠાની શકયતાઓ દેખાઈ છે. સૂર્ય નક્ષત્ર ભરણી અડધેથી ઉતરતા અને સૂર્ય નક્ષત્ર ક્રુતિકા બેસતા છુટા છવાયા ગુજરાતના વિસ્‍તારમાં તોફાની ગાજવીજ સાથે માવઠું આવશે. ઉનાળુ વાવેતરને માવઠાથી નુકસાની થવાની શકયતા છે. જે જોતા ખેડુત ભાઇઓ એ આગોતરૂ આયોજન કરવા હવામાન નિષ્‍ણાત કિશોર ભાડજા નેસડા (ખાનપર) તા. ટંકારા જી. મોરબી મો ૯૫૮૬૫૯૦૬૦૧ એ જણાવ્‍યું છે

(11:12 AM IST)