<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

આજે તો પતાવી જ દેવો છે, મારી પત્‍નિની પાછળ પડી ગયો છો...શંકાને કારણે ઇશાન મેમણને પડોશી અમનએ મિત્રો સાથે મળી મારી નાંખ્‍યો

રાજકોટના જીલ્લા ગાર્ડન બાપુનગરમાં હત્‍યાઃ તાજેતરમાં જ શાદી કરનારા અમન ચોૈહણને શંકા હતી કે તેની પત્‍નિ સાથે પડોશી ઇશાનને મિત્રતા છેઃ આ કારણે કાવત્રુ ઘડી ઢાળી દીધો : જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ૨૧ વર્ષના ઇશાન કાસમાણીને તે હનીફભાઇની ભુંગળા બટેટાની લારીએ કામ પર હતો ત્‍યાંથી અફઝલ જુણેજા બોલાવીને નજીકની સ્‍મશાનવાળી શેરીમાં લઇ ગયોઃ જ્‍યાં અગાઉથી અમન ચોૈહાણ અને સાહિલ પતાણી હતાં: અમને મોબાઇલ ખુંચવી લઇ ચેક કર્યોઃ ઇશાને પાછો માંગતા જ પાઇપના ઘા ફટકાર્યા પછી છરી ઝીંકી : ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એસ. એમ. મકવાણા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યોઃ રાતોરાત અફઝલ અને સાહિલ સકંજામાં: મુખ્‍ય આરોપી અમનની શોધખોળઃ હત્‍યાનો ભોગ બનનાર ઇશાન બે બહેનનો એકનો એક ભાઇ, માતા-પિતાનો આધારસ્‍તંભ હતોઃ પરિવારમાં માતમ : ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા

હત્‍યાનો આરોપી અમન ચોૈહાણ   :  જ્‍યાં હત્‍યા થઇ તે બાપુનગર જીલ્લા ગાર્ડન નજીક એકતા સોસાયટીનો ગેઇટ, હત્‍યાનો ભોગ બનનાર ઇશાન કાસમાણીનો ફાઇલ ફોટો, તેનો નિષ્‍પ્રાણ દેહ, ઘટના સ્‍થળે પોલીસ અધિકારીઓ, લોકોના ટોળા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯: જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઇન રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં અને ઘર નજીક જ હનીફભાઇની ભુંગળા બટેટાની લારીએ નોકરી કરતાં ૨૧ વર્ષના ઇશાન નામના યુવાનને રાતે તે લારીએ હતો ત્‍યાંથી તેના જ લત્તાનો અફઝલ ‘કામ છે' કહી નજીકની સ્‍માશાનવાળી શેરીમાં લઇ ગયા બાદ ત્‍યાં હાજર અમન અને સાહિલ સાથે અફઝલે મળી ત્રણેયે ઇશાનને માર મારી બાદમાં બે જણાએ તેને પકડી રાખતાં અને અમને પેટમાં છરી ભોંકી દેતાં તેનું મોત થઇ ગયું હતું. અમને ‘આજે તો તને પતાવી જ દેવો છે, મારી પત્‍નિની પાછળ પડયો છો' કહીને ઝીંકેલો એક જ ઘા જીવલેણ નીવડયો હતો. ઇશાનને તાજેતરમાં શાદી કરનારા અમનની પત્‍નિ સાથે મિત્રતા છે તેવી અમનને શંકા હોવાથી આ ખુની ખેલ ખેલાયો હતો. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. અમનની શોધખોળ થઇ રહી છે. અમનની પત્‍નિ સાથે અગાઉ હત્‍યાનો ભોગ બનનારને પ્રેમસંબંધ હોઇ અને મૃતક પાસે જુના ફોટા હોઇ તેના કારણે આ હત્‍યા થઇ હતી. 

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે હત્‍યાનો ભોગ બનનાર ઇશાન કાસમાણી (ઉ.વ.૨૧)ના પિતા જીલ્લા ગાર્ડન સ્‍લમ ક્‍વાર્ટર નં. ૧૧૬ બાપુનગર રોડ પર રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં મુસ્‍તુફાભાઇ હબીબભાઇ કાસમાણી (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં અમન મહેબુબભાઇ ચોૈહાણ, અફઝલ સિકંદરભાઇ જુણેજા અને સાહિત હુશેનભાઇ પતાણી વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધી મુખ્‍ય આરોપી અમન સિવાયના બંને અફઝલ અને સાહિલને સકંજામાં લઇ લીધા છે.

મુસ્‍તુફાભાઇએ ઘટનાની વિગતો જણાવતાં કહ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને બાપુનગર રોડ પર મયુર ચેમ્‍બરમાં જાકીરભાઇ દલની જમીન મકાન લે-વેંચની ઓફિસમાં નોકરી કરુ છું. મારે બે દિકરી અક્‍સા અને કોૈશર છે તથા એક દિકરો ઇશાન હતો. ઇશાન અપરિણીત હતો અને  બાપુનગર રોડ એકતા કોલોનીના ગેઇટ પાસે હનીફભાઇની ભુંગળા બટેટાની લારીએ કામ કરતો હતો. મારા પત્‍નિનું નામ શાયાના છે. રાતે સવા નવેક વાગ્‍યે હું બાપુનગર રોડ મયુર ચેમ્‍બરમાં હતો ત્‍યારે જીલ્લા ગાર્ડન જીલ્લા ગાર્ડન ક્‍વાર્ટરમાં રહેતો અમન આરબ મને બોલાવવા આવ્‍યો હતો અને વાત કરી હતી કે ઇશાન સાથે અમન, અફઝલ અને સાહિલે ઝઘડો કર્યો છે અને ઇશાનને આ લોકોએ માર માર્યો છે, જેથી ઇશાન સ્‍લમ ક્‍વાર્ટર-૮૬ વાળી શેરીમાં હનુમાનજીના મંદિર પાસે પડી ગયો છે.

આથી હું તુરત જ તયાં  જતાં મોહસીન દલ, સલીમ ચાવડા, લત્તાના બીજા માણસો હાજર હતાં. મારા દિકરા ઇશાનને પેટમાંથી લોહી નીકળતું હતું. મેં તેને શું થયું? પુછતાં તેણે કહેલું કે-હું હનીફભાઇની ભુંગળા બટેટાની લારીએ હતો ત્‍યારે મને અફઝલ જુણેજા કામ છે કહી ભીલાઇ ફાઉન્‍ડ્રી સામે આવેલી સ્‍મશાનવાળી શેરીમાં લઇ ગયો હતો. જ્‍યાં અગાઉથી જ અમન મહેબુબભાઇ ચોૈહાણ અને સાહિલ હુશેનભાઇ પતાણી હાજર હતાં. અહિ પહોંચતા જ અમને સીધો જ મારો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો અને ચેક કરવા માંડયો હતો. જેથી મેં મારો મોબાઇલ ફોન પાછો માંગતા આ ત્રણેય મારી સાથે ગાળાગાળી કરવા માંડયા હતાં. તે સાથે જ અમન મને લોખંડના પાઇપથી આડેધડ મારવા માંડયો હતો.

બાદમાં  અમને મારું ગળુ પકડી લીધુ હતું અને સાહિલ તથા અફઝલે મને પકડી લીધો હતો. એ પછી અમને છરી કાંઢી ‘આજે તો તને પતાવી જ દેવો છે, મારી પત્‍નિની પાછળ પડયો છે' કહી છરીનો એક ઘા પેટમાં મારી દીધો હતો. આ વખતે નવાઝ અને ઝમીર આવી જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. હું જીવ બચાવી દોડીને હનુમાનજીના મંદિર પાસે  પડી ગયો હતો. તેમ વધુમાં મારા દિકરા ઇશાને મને કહ્યું હતું. આ પછી અમે તેને રિક્ષા મારફત સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. અહિ ઇમર્જન્‍સી વોર્ડમાં પહોંચ્‍યા ત્‍યાં સુધી ઇશાન વાતો કરતો હતો. ડોક્‍ટરે સારવાર ચાલુ કરી દીધી હતી. પરંતુ પંદર વીસ મિનીટ બાદ તે મૃત્‍યુ પામ્‍યાનું ડોક્‍ટરે કહ્યું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહે ભક્‍તિનગર પોલીસમાં આ અંગે નોંધ કરાવી હતી. મુસ્‍તુફાભાઇ કાસમાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે અમને ચોૈહાણના લગ્ન થોડા સમય પહેલા જ થયા છે. અમનની પત્‍નિ સાથે મારા દિકરા ઇશાનને મિત્રતા હોઇ તેવી શંકા અમન કરતો હતો અને એ કારણે તેણે મારો દિકરો તેના કામના સ્‍થળે હનીફભાઇ બટેટાવાળાની લારીએ હતો ત્‍યારે અમનના કહેવાથીઅફઝલ તેને બોલાવીને સ્‍મશાનવાળી શેરીમાં લઇ ગયો હતો. જ્‍યાં અમન અને સાહિલ અગાઉથી હોઇ બાદમાં અમન, અફઝલ, સાહિલે સાથે મળી મારા દિકરા પર હુમલો કર્યો હતો. અમને ગળુ પકડી લીધા બાદ સાલિહ, અફઝલે મારા દિકરાને પકડી લીધો હતો અને અમને છરીનો ઘા પેટમાં વચ્‍ચેના ભાગે મારી દીધો હતો. જેના કારણે મારા દિકરાનું મોત થયું હતું.

પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એસ. એમ. મકવાણા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ સહિતના અધિકારીઓ પણ પહોંચ્‍યા હતાં. રાતો રાત ભક્‍તિનગર પોલીસની ટીમે બે આરોપી અફઝલ અને સાહિલને સકંજામાં લઇ લીધા છે. અમન હજુ હાથમાં આવ્‍યો નથી. અમન તેના પિતા સાથે બાપુનગરના ખુણે રિક્ષાના હુડ બનાવવાનું કામ કરે છે.

હત્‍યાનો ભોગ બનનાર ઇશાન બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો એકનો એક આધાર હતો. એકલોૈતા દિકરાની હત્‍યાથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃતદેહનું સવારે પેનલ ડોક્‍ટર દ્વારા પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું હતું.

દરમિાયન એસીપી બી. વી. જાધવે વિગતો આપતા જણાવ્‍યું હતું કે આ ગુનામાં ભક્‍તિનગર પોલીસે બે આરોપી સાહિલ અને અફઝલને ઝડપી લીધા છે જ્‍યારે અમન ફરાર છે. એસીપી બી. વી. જાધવે જણાવ્‍યું હતું કે તપાસમાં એવી વિગતો ખુલી છે કે અમન ચોૈહાણના લગ્ન દોઢ વર્ષ પહેલા જ ખુશ્‍બુ સાથે લગ્ન થયા છે. ખુશ્‍બુને અગાઉ હત્‍યાનો ભોગ બનનાર ઇશાન સાથે પ્રેમસંબંધ હતો. અગાઉના ફોટા વગેરે ઇશાન પાસે હોઇ તે બાબતે અમનને તેની સાથે ઝઘડો થયો હોઇ ખાર રાખી હત્‍યા કર્યાનું ખુલ્‍યું છે. હાલ અમનની શોધખોળ થઇ રહી છે.

અમને જેની સાથે દોઢ મહિના પહેલા લગ્ન કર્યા  તે ખુશ્બુ સાથે હત્યાનો ભોગ બનનાર ઇશાનને પ્રેમસંબંધ હતોઃ ઇશાનના ફોનમાં રહેલા ફોટા મામલે ડખ્ખો થયો અને હત્યા થઇઃ ઍસીપી બી. વી. જાધવ

(3:36 PM IST)