<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ગોવાથી ટ્રકના ચોરખાનામાં ૧૪.૫૬ લાખનો દારૂ ભરીને આવેલા રૈયાધારના રઘુને પીસીબીએ દબોચ્‍યો : જુઓ વિડિઓ

બામણબોર ચેક પોસ્‍ટ પર પીસીબીની કાર્યવાહીઃ બુટલેગરોના વધુ એક નુસ્‍ખાને નિષ્‍ફળ બનાવતી પોલીસ : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણની ટીમની કાર્યવાહીઃ સંતોષભાઇ મોરી, હરદેવસ્‍ંિહ રાઠોડ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, દેવરાજભાઇ કલોતરાની બાતમીઃ કુલ ૨૪.૬૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ અગાઉ પણ ફેરો કરી આવ્‍યાની શક્‍યતા: વાલો પ્‍લેનમાં ગોવા ગયોઃ વળતા દારૂ ભરી રઘુ સાથે બેસી ગયો હતોઃ ડ્રાઇવર કેબીનની સીટો પાછળ બનાવ્‍યા હતાં ચોરખાના: સુત્રધાર ગોકુલધામ ગીતાંજલી સોસાયટીનો વાલા બાંભવા : લીંબડી આસપાસ ઉતરી ગયો ટ્રકચાલક રઘુને આગળ જઇ : ઉભા રહેવા કહેલું: વાલો પહોંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇ

રાજકોટ તા. ૨૯: શહેર પોલીસે વધુ એક વખત બૂટલેગરના નુસ્‍ખાને નિષ્‍ફળ બનાવ્‍યો છે. બામણબોર ચેકપોસ્‍ટથી આગળ રાજકોટ તરફ પીસીબીની ટીમે ચોક્કસ બાતમીને આધારે એક ટ્રક ઝડપી લઇ રૈયાધારના ચાલકને દબોચી લીધો હતો. ટ્રકની ડ્રાઇવર કેબીનની સીટો પાછળ બનાવાયેલા ચોરખાનાઓમાં રૂા.૧૪,૫૬,૦૮૪નો ૮૫૫૨ બોટલ દારૂ છુપાવી ગોવાથી રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો. જો કે સુત્રધાર એવો ગોકુલધામ વિસ્‍તારનો શખ્‍સ લીંબડી નજીક ઉતરી ગયો હતો અને ચાલકને આગળ જવાનું કહ્યું હતું.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીસીબીના એએસઆઇ સંતોષભાઇ મોરી, એએસઆઇ હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. દેવરાજભાઇ કલોતરાને બાતમી મળી હતી કે જીજે૦૩બીવી-૯૪૮૫ નંબરનો ટ્રક દારૂ ભરીને ચોટીલા તરફથી રાજકોટ તરફ આવી રહ્યો છે. બાતમીને આધારે ટીમ બામણબોર ચેકપોસ્‍ટ નજીક પહોંચી હતી ત્‍યાં જ ટ્રક ચેકપોસ્‍ટથી રાજકોટ તરફ આગળ વધતો જોવા મળતાં આંતરીને ઉભો રાખ્‍યો હતો. જો કે ટ્રકના ઠાઠામાં ચેક કરતાં અંદરથી કંઇ મળ્‍યું નહોતું. ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ રઘુ દેવાભાઇ ચાવડા (ઉ.વ.૨૬-રહે. રૈયાધાર રાણીમા રૂડીમા ચોક રાજકોટ) જણાવ્‍યું હતું. તેણે પ્રાથમિક પુછતાછમાં ટ્રક ખાલી હોવાનું રટણ કર્યુ હતું. પણ અંદર દારૂનો જથ્‍થો હોવાની પાક્કી બાતમી હોઇ પોલીસે ટ્રકની કેબીનમાં તપાસ કરતાં સીટ પાછળ બનાવાયેલા ચોરખાના મળી આવ્‍યા હતાં. પોલીસે તેમાંથી એક પછી એક ૮૫૫૨ દારૂની બોટલો બહાર કાઢી હતી. જેની કિંમત રૂા. ૧૪,૫૬,૦૮૪ થતી હોઇ દારૂ, ટ્રક, મોબાઇ ફોન મળી રૂા. ૨૪,૬૪,૦૮૪નો કુલ મુદ્દામાલ કબ્‍જે કરી રઘુ ચાવડાની ધરપકડ કરી હતી. રઘુની વિશેષ પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે આ દારૂ ગોકુલધામ પાસેની ગિતાંજલી સોસાયટીમાં રહેતાં વાલા હનુભાઇ બાંભવાએ ગોવાથી ભરાવ્‍યો હતો. વાલો પણ ટ્રકમાં સાથે જ હતો. પણ લીંબડી આસપાસ પહોંચ્‍યા ત્‍યારે વાલો ત્‍યાં કામ છે તેમ કહી ઉતરી ગયો હતો. તેમજ પોતાને આગળ કુવાડવા આસપાસ પહોંચીને ઉભા રહેવા અને બાદમાં પોતાનો માણસ આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ ટ્રકને બામણબોર ચેકપોસ્‍ટ નજીકથી જ પીસીબીએ પકડી લીધો હતો. અગાઉ પણ આ રીતે દારૂની ખેપ મારી હોવાની શક્‍યતા છે. વાલો પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે.

 પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જ.ે હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, એએસઆઇ હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(1:54 PM IST)