<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

માલવીયાનગર વિસ્‍તારની ૧૩ વર્ષની સગીરા લાપતાઃ અપહરણનો ગુનો

સગીરના પિતાએ માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી

 

રાજકોટ, તા. ર૯ :  શહેરના માલવીનગર વિસ્‍તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા માલવીયાનગર પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મુળ બિહાર હાલ માલવીયાનગર વિસ્‍તારમાં રહેતી અને ધોરણ-૬માં અભ્‍યાસ કરતી ૧૩ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પિતા સહિતના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા સગીરાના પિતાએ માલવીયાનગર પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ.અ ેચ.આર. મોરીએ તપાસ હાથ ધરી છે. (૯.૧૩)

(3:44 PM IST)