તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતી ૧૩ વર્ષની સગીરા ઘરેથી નિકળ્યા બાદ લાપતા
મહિલાનો દિયર સગીરાને ભગાડી ગયો હોવાનો આક્ષેપ

રાજકોટ તા.૨૯: શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીકના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીકના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ગત તા.૨૦ ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી તપાસ દરમ્યાન સગીરાની માતાએ બીજા લગ્ન કર્યા હોઇ બીજા પતિનો નાનો ભાઇ સગીરાને લઇને જતો રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે સગીરાની માતાએ જાણ કરતા બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ એમ.એસ. પંડયાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ.વી.એન. કલોત્રાએ તપાસ હાથધરી છે.
(1:43 PM IST)










