તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
જેવું અન્ન, તેવું મન અને તેવું જ તનઃ ઠાકુરાની સાહેબા કદમ્બરી દેવી * ૨૦૨૫-૨૬નું વર્ષ મેડીટેશન ફોર વર્લ્ડ યુનિટી એન્ડ ટ્રસ્ટ તરીકે ઉજવાઈ રહ્યું છેઃ બ્રહ્માકુમારી અંજુબેન

રાજકોટઃ બ્રહ્માકુમારીઝ રાજનગર અને સબ ઝોન મુખ્યાલય જ્યોતિદર્શન પંચશીલ સેવા કેન્દ્ર દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અમળત સાગર પાર્ટી પ્લોટ ખાતે શાનદાર રીતે ઉજવાયો હતો. જેમાં પવિત્ર જીવન ધારણ કરનારા રાજનગર સેવા કેન્દ્રના કમલ પુષ્પ યુગલોનું ભવ્ય સન્માન કરાયું હતું. બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયરેક્ટર વરિષ્ઠ બ્રહ્માકુમારીઝ ભારતી દીદીજી ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે માઉન્ટ આબુથી બ્રહ્માકુમારી ડો. સવિતાબેન, ઇસ્કોનના સ્વામી અનિકેતદાસજી, ઠાકુરાની સાહેબા કદમબરીદેવી મુખ્ય મહેમાન રૂપે ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી ડો. સવિતાબેને જણાવ્યું હતું કે, તોહ,સન્માન, વિશ્વાસ, સદભાવના, સહયોગ જેવા મૂલ્યોથી સજેલું આપનું જીવન વિશ્વ માટે પ્રેરણા રૂપ છે અને વિશ્વને એકતા તરફ દોરી જવામાં ખૂબ મોટો સહયોગ આપે છે. ઠાકુરાની સાહેબા કદમ્બરીદેવીએ કહ્યું કે, જેવું અન્ન તેવું મન અને તેવું જ તન. આપ સહુએ આ પવિત્ર વિચારધારાને જીવન માં અપનાવી છે એ જ આપ સહુની મહાનતા છે. સ્વામી અનિકેતદાસજીએ કહ્યું કે, આપ સહુ પવિત્રતાથી દેશ અને સમાજને સુખી અને શાંતિમય બનાવો છો. બ્રહ્માકુમારી ભારતીદીદીજીએ કહ્યું કે આ બધા સઘળા આયોજનનું શ્રેય નિરાકાર પરમાત્માને જાય છે. તેમણે કહ્યું કે - પ્રવળત્તિમાં રહેતા કારોબાર કરતા, આપ પરમાત્માથી અલગ નથી રહી શકતા. તેમણે સન્માનિત દંપતીઓને એક એક્ઝામ્પલ યુગલ બનવા માટે ધન્યવાદ આપ્યા હતા. આશરે ૧૨૦૦ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૨૫-૨૬ને મેડિટેશન ફોર વર્લ્ડ યુનિટી એન્ડ ટ્રસ્ટ તરીકે ઉજવાશેઃ બ્રહ્માકુમારી અંજુબેને જણાવેલ કે બ્રહ્માકુમારીઝ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું વર્ષ મેડિટેશન ફોર વર્લ્ડ યુનિટી એન્ડ ટ્રસ્ટ તરીકે ઉજવાય રહ્યું છે. તેમણે કહ્યું કે આજના સમયની માંગ છે કે વ્યસ્ત જીવનમાં થી પણ પરિવારના સભ્યોને પૂરતો સમય આપવો, દરકાર લેવી. અંતમાં બ્રહ્માકુમારી અંજુબેને જણાવ્યું હતું કે - આ મુકૂટધારી યુગલોનું સન્માન એ તેમની પવિત્રતાનું સન્માન, તેમના ત્યાગનું સન્માન.
(2:14 PM IST)










