<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કલેકટરે બદલીનો ગંજીપો ચીપ્‍યોઃ ર૪ નાયબ મામલતદારની બદલીઃ અન્‍ય જીલ્લામાંથી આવનાર ૧રને નિમણુંક અપાઇ

નીખીલ ગોહેલ-મૌલિક ટીંબડીયા-મૂકેશ રાઠોડ-હિરેન જોષી-રઘુવીરસિંહ વાઘેલા બદલાયા : ડેપ્‍યુટેશન ઉપર રહેલા બેને પણ જગ્‍યા અપાઇઃ હજુ નાયબ મામલતદાર-કારકૂન-તલાટીની ૩૧૧ જગ્‍યા ખાલી...

રાજકોટ તા. ર૯: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ ગત મોડી સાંજે નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપ્‍યો છે, ર૪ નાયબ મામલતદારની બદલી કરી છે, તો અન્‍ય જીલ્લામાંથી આવનાર ૧ર નાયબ મામલતદારોને નિમણુંક અપાઇ છે, અને ગાંધીનગર ડેપ્‍યુટેશન ઉપર ગયેલા બે નાયબ મામલતદારોને પણ બ્રાંચ ફાળવી દેવાઇ છે.

લેન્‍ડ ગ્રેબીંગમાં ભારણ હોય તેમાં બે નાયબ મામલતદારો ધર્મિષ્‍ઠા થોરીયા, નિખીલ ગોહેલને મૂકયા છે, અન્‍ય કાર્યદક્ષ નાયબ મામલતદારો મૌલિક ટીંબડીયા, મૂકેશ રાઠોડ, ધિરેન્‍દ્ર પુરોહીત, હરદીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાઘેલા, અજયસિંહ જાડેજાની પણ બદલી કરાઇ છે, જેમની બદલી થઇ તેમાં ધર્મેશ વઘાસીયા, મનુભા જાડેજા, મહિપતસિંહ જાડેજા, પવન પટેલ, રાહૂલ ચૌહાણ, હિરેન જોષી, ભાર્ગવ મારડીયા, રાધિકા બૂહા, શૈલેષ જોષી, વિગેરેનો સમાવેશ થાય છે.

જયારે અન્‍ય જીલ્લાઓમાંથી ૧ર નાયબ મામલતદારો આવ્‍યા છે, તેમાં દેવેન્‍દ્રકુમાર રામાવત, હિતેન્‍દ્ર સાખલીયા, જયોતિબેન પરમાર, જયદિપ ડાંગર, અનિરૂધ્‍ધ ગોહીલ, સંદિપ ઘાડીયા, વિશાલ કાનાણી, ધર્મિષ્‍ઠાબા સોલંકી, અંકિતા ઘરસંડિયા, મિતેષકુમાર ઠાકર, ચતુરભાઇ ગોહિલ, હાર્દિક કોટકનો સમાવેશ થાય છે, આ ઉપરાંત રાજકોટના અને ડેપ્‍યુટેશન ઉપર ગાંધીનગર ગયેલા બે નાયબ મામલદારો મિનેષકુમાર ભાવસાર અને જોગીદાન ગઢવીને પણ બ્રાંચ ફાળવી દેવાઇ છે. (

(2:17 PM IST)