તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
રામનાથ મહાદેવ મંદિર પાસે પાર્કિંગ માટે દિવાલ કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૭ માં રૂ.૭૭.૧૨ લાખના ખર્ચે રામનાથ મહાદેવ મંદિર પાસે ર્પાકિંગ માટે રિટેઈનીંગ વોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે અને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, પ્રદેશ ભાજપ જીતુભાઈ મહેતા, કોર્પોરેટર નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, વર્ષાબેન પાંધી, શિક્ષણ સમિતિ સભ્ય અજયભાઈ પરમાર, પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ વિશાલભાઈ માંડલીયા, મહામંત્રી દીપકભાઈ પારેખ, યુવા મોરચા મહામંત્રી સહદેવભાઈ ડોડીયા, પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, બક્ષીપંચ મોરચા મંત્રી સંદીપભાઈ ડોડીયા, મહામંત્રી ઉમેશભાઈ ધામેચા, કિરીટભાઈ ગોહેલ, અનીલભાઈ લીંબડ, જયુભાઈ રાઠોડ, મયુરભાઈ હેરમા, જોહરભાઈ કપાસી, જીગરભાઈ ભટ્ટ, રમેશભાઈ પંડ્યા, ભાગ્યેશ્ભાઈ શાહ, સુખાભાઈ બારૈયા, વિજયભાઈ ચાવડા, રોહિતભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. ૮૦ રનીંગ મીટરમાં આ કામ થવાથી ચોમાસામાં નદીમાં વરસાદી પાણી થી ર્પાકિંગ એરીયાનું ધોવાણ થતું અટકાવી શકાશે.(
(2:20 PM IST)










