<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

લાભુભાઈ ત્રિવેદીની જન્‍મશતાબ્‍દી ઉજવણી નિમિત્તે‘‘સુર સંધ્‍યા''કાર્યક્રમ ભજનસમ્રાટ પદમશ્રી હેમંત ચૌહાણ,ગીતા ચૌહાણ તથા મયૂર ચૌહાણે શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા

મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શાળા-કોલેજનાં પીએચ.ડી. ડીગ્રી પ્રાપ્ત કરેલ ૨૪ શિક્ષકો-વ્‍યાખ્‍યાતાઓનું સન્‍માન

રાજકોટઃ સૌરાષ્‍ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે ૬૦ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ૨૮ સંસ્‍થાઓ બાલમંદિર, શાળા, એન્‍જીનિયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, કોમ્‍યુટર સાયન્‍સ કોલેજ, આર્ટ્‍સ કોલેજ તથા બી.એડ્‍.કોલેજમાં ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. ટ્રસ્‍ટનો ધ્‍યેય મંત્ર છે ‘આત્‍મ દીપો ભવ' એટલે કે આપણે જ આપણો વિકાસ કરીએ. સૌરાષ્‍ટ્રના જાહેરજીવનના અગ્રણી, વિવિધ સામાજિક, શૈક્ષણિક, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના પ્રેરણાદાતા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલનાયક અને સંસ્‍થાનાં આદ્ય સ્‍થાપક શિક્ષણ સેવા જગતનાં ‘ગુરુ' શ્રી લાભુભાઈ ત્રિવેદીની જન્‍મ શતાબ્‍દી વર્ષ સંસ્‍થા ઉજવી રહી છે. ત્‍યારે ટ્રસ્‍ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજોમાં કાર્યરત ૨૪ જેટલા શિક્ષકો અને વ્‍યાખ્‍યાતાઓ કે જેમણે તાજેતરમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે તેમનો સંસ્‍થા દ્વારા સન્‍માન સમારંભ કાર્યક્રમ નરભેરામ હોલ, બાલભવન ખાતે યોજાઈ ગયો. ટ્રસ્‍ટનાં મેનેજિંગ ટ્રસ્‍ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્‍ટી ધીરૂભાઈ ધાબલીયા, ડો. અલ્‍પનાબેન ત્રિવેદી તથા હેમંતભાઈ ચૌહાણનાં હસ્‍તે દીપ પ્રાગટય કરી થયેલ. સંતવાણીના સાધક ભજનસમ્રાટ પદ્મશ્રી હેમંત ચૌહાણ, ગીતા ચૌહાણ તથા મયૂર ચૌહાણે સંગીતના સુરે ઉપસ્‍થિત સર્વે મહેમાનો તથા સ્‍ટાફ કર્મચારીઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટનાં મેયર શ્રીમતી નયનાબેન  પેઢડીયા, ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહ, સિઝન્‍સ હોટેલનાં શ્રી વેજાભાઈ ઉપરાંત  જીતુભાઈ ભટ્ટ,  પુર્વ મેયર અશોકભાઈ ડાંગર, પૂર્વ સિન્‍ડીકેટ સભ્‍ય મહેશભાઈ ચૌહાણ, સિટીઝન્‍સ કો-ઓપ.બેંકનાં  હારિતભાઈ મહેતા, નાગરીક બેન્‍કના પુર્વ ચેરમેન કલ્‍પકભાઈ ત્રિવેદી, પી.ડી.એમ. કોલેજનાં ટ્રસ્‍ટી ઘનશ્‍યામભાઈ હેરભા, જળક્રાંતી ટ્રસ્‍ટના મનસુખભાઈ સુવાગીયા, પ્રિન્‍સીપાલશ્રીઓ, કર્મચારીઓ તથા ભૂતપૂર્વ સ્‍ટાફ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ‘સુર સંધ્‍યા' કાર્યક્રમનું સંચાલન હર્ષલ માંકડ અને રાજેશ્રીબેન નથવાણીએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ શાળા-કોલેજનાં આચાર્યશ્રીઓએ ભારે જહેમત ઉઠાવેલ હોવાનું યાદીમાં જણાવે છે.

(2:23 PM IST)