તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
વન વર્લ્ડની ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિઃ માજી મુખ્ય મંત્રી, કેબીનેટ મંત્રી, ધારાસભ્યો સહિત મહાનુભાવો દ્વારા કથા શ્રવણ

રાજકોટ : ભાગવત સપ્તાહઇતિહાસમાં ફકત ત્રણ દિવસમાં અદભૂત, અલૌકિક અને ઐતિહાસિક ભાગવત કથાનું આયોજન નિહાણી પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રી રાધવજીભાઇ પટેલ, ધારા સભ્ય દર્શનાબેન શાહ, ધારા સભ્ય મેધજીભાઇ રાઠોડ, કોર્પોરેટર હિરેનભાઇ ખિમાણીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, દંડક મનિષભાઇ રાડિયા, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગડેચા વિ. આફરીન પોકારી ઉઠેલ. વિજયભાઇ રૂપાણીઍ પોતાના ફેસબુક પર આ અનોખા આયોજનની પ્રસંશા કરી હતી. શાસ્ત્રીજી ભગવતાચાર્ય પારસભાઇ પંડયા દ્વારા પોતાની અદભૂત વાણીથી શ્રોતાઓ ને રસ તરબોળ કરેલ. વન વર્લ્ડના ભાઇઓ -બહેનો દ્વારા ઠંડા પીણાથી માંડી પાણી સુધીની સેવાઓ હોશે હોશે કરેલ. મહાપ્રસાદ માટે દાતા સુરેશભાઇ ગડેચા દ્વારા તમામ ખર્ચ સાથે રપ હજાર રોકડાનું યોગદાન આપેલ. જેની આગેવાની હેઠળ સમગ્ર આયોજન થયું તેવા રાજભા જાડેજા, દાતા સુરેશ કાકા, કાર્તિકભાઇ પાબારી, રાજુભાઇ પારેખ, મનુભાઇ અભાણી, અતુલભાઇ સવજીયાણી, જયેશભાઇ ઉનડકટ, મદનસિંહ સિસોદિયા, વિપુલભાઇ દાવડા, સંદિપભાઇ રાઠોડ, ચિરાગભાઇ દેસાઇ, ભાવેશભાઇ ઠકકર વિ. નું બહુમાન થયેલ. ભગવત સાહ દરમિયાન તમામ શ્રોતાઓ ને ઠંડુપાણી, ઠંડાપીણા સહિતની સેવાઓ આપનાર સેવાભાવીઓ ની પણ પીઠ થાબડવામાં આવેલ. જેમાં સર્વશ્રી હિતેનભાઇ કોસાણી, નીલેશભાઇ બુધ્ધદેવ, વિકાસભાઇ સોની, કલ્પેશ દેસાઇ, સમીરભાઇ પવાણી, ભાવેશભાઇ કોટક અને આનંદભાઇ દક્ષિણી વિ. નો સમાવેશ છે.
(2:26 PM IST)










