<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કાલની ૧ દિ'ની મહેસૂલ કર્મચારીઓની હડતાલ ફાઇનલઃ કલેકટર કચેરીએ દેખાવો કરાશે સરકારે સર્વીસમાં બ્રેક ગણવાની ચેતવણી આપી

 

રાજકોટ જીલ્લા મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ ‘‘અકિલા''ને જણાવેલ કે અનેક પ્રશ્‍નો અંગે આવતીકાલે રાજકોટ સહિત રાજયભરના મહેસૂલી કર્મચારીઓ ૧ દિ'ની માસ સીએલ ઉપર ઉતરી જશેઃ રાજકોટના ૩૯૦ સહિત રાજયના ૩૭૦૦ મહેસૂલ કર્મચારીઓ હડતાલ પાડશેઃ હજારો અરજદારોને ધકકા થશે. કાલે સવારે ૧૧ વાગ્‍યે કલેકટર કચેરીએ દેખાવો-ધરણા થશે. દરમિયાન રાજય સરકારે મહેસૂલી કર્મચારીઓને હડતાલ નહીં પાડવા, અન્‍યથા સર્વીસમાં બ્રેક ગણવાની ચેતવણી આપી છે, દરેક કલેકટરોને આ મુજબ કાર્યવાહી કરવા આદેશો.

(2:27 PM IST)