તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
શહેર કોંગ્રેસમાં સંગઠન સુજન અભિયાન સંપન્નઃ ટૂંક સમયમાં નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અંગે નિર્ણય લેવાશે
નવ નિયુક્ત પ્રમુખની સાથે ભાજપના ભ્રષ્ટાચાર અને લોક પ્રશ્નો અંગે લડતમાં સાથે રહેવા અતુલ રાજાણીની ખાત્રી

રાજકોટઃ આદરણીય રાહુલ ગાંધીની સૂચનાનુસાર સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ઁસંગઠન નવસર્જન અભિયાનઁના કાર્યકમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમ સંગઠનના નવા માળખા સાથે પુનઃ માટે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તારીખ ૨૫ ૨૬ અને ૨૭ ત્રણ દિવસ સુધી રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદારો, કોંગ્રેસના ફ્રન્ટલ સેલના ચેરમેનો, કોંગ્રેસના તમામ આગેવાનો, સિનિયર કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓના અભિપ્રાયો, મંતવ્ય વન ટુ વન રજૂ કરવાની તક મળી હતી.
એઆઇસીસીના સેક્રેટરી રાજકોટ શહેર કોંગ્રેસ નિરીક્ષક તરીકે આવેલા ડો.શ્રીરીવેલા પ્રસાદ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો પૂર્વ ધારાસભ્યો ઋત્વિકભાઈ મકવાણા, ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ જામનગર શહેરના એડવોકેટ એમ કેગોજ સુરેન્દ્રનગરના મનુભાઈ પટેલ દ્વારા તમામ કાર્યકરો આગેવાનોને પૂરતો સમય આપી સાંભળવામાં આવેલ હતા. દરેકના અભિપ્રાયો અને મંતવ્યો નોંધ કરી એઆઇસીસી માં રજૂ કરાયા બાદ આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં ટૂંક સમયમાં શહેર જિલ્લામાં નવ નિયુક્ત પ્રમુખ થઈ જશે.
શહેરમાં એકાદ ડઝન જેટલા ઉમેદવારોએ પોતાના બાયોડેટા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દાવેદારી કરી છે. ત્યારે નિરીક્ષકોના મંતવ્ય મુજબ લોકોના પ્રશ્નોને વાચા આપી શકે તેવા, શિક્ષિત હોય, કોંગ્રેસના કાર્યકર્મોમાં સક્રિય યોગદાન રહ્યું હોય તેવા દાવેદારોને અગ્રતા આપવામાં આવશે. શહેર કોંગ્રેસમાં ત્રણ દિવસ સુધી નિરીક્ષકો દ્વારા જાગનાથ ૪૧ ખાતે શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી તે બદલ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને જે કોઈ દાવેદારો માંથી એઆઈસીસી આગામી દિવસોમાં નવનિયુક્ત પ્રમુખની સતત સાથે રહી મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારો અને લોક પ્રશ્નો અંગે લડતમાં ભાગીદાર બનશે તેની ખાતરી આપી હતી. તેમ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું.
(2:32 PM IST)










