તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
કેદીઓને આત્મનિર્ભર..વિવિધ રોજગારી..કેદીઓ દ્વારા ચાલતું રેડિયો સ્ટેશન- વિડિઓ કોર્ટ રૂમ નિહાળી છતીસગઢના નાયબ મુખ્યમંત્રી આફ્રિન
જેલમાં હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, અદભુત ડિઝાઇન ફર્નિચર,ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જયા જેલમાં રહેલ તે યાર્ડના મ્યુઝિયમ જોઈ ડીજીપી કે. એલ.એન.રાવ, નાયબ અધ્યક્ષ અશ્વિન ચૌહાણ અને જેલ સુપ્રિ.નિધિ ઠાકુર ટીમને અભિનંદન આપ્યા

રાજકોટ, તા.૨૯: છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય થયા ગુજરાતની જેલોમાં અનોખી ક્રાંતિ આવી છે. જેનો શ્રેય રાજ્યના સિનિયર IPS અને ગુજરાતના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન.રાવ , નાયબ અધ્યક્ષ અશ્વિન ચૌહાણ, જેલ સુપ્રિ નિધિ ઠાકુર ટીમ સાથે જાણીતા શિક્ષણવિદ ડીન ડો ઇન્દુ રાવને જાય છે. ગુજરાતની જેલોના અદભુત, આત્મ નિર્ભર બનાવતા કાર્ય,વિવિધ ઉધ્યોગ, કેદીઓ માટે ડિગ્રી કોર્ષ અને રાષ્ટ્રીય લેવલે સતત મળતા એવોર્ડ વિષે રાજ્યના સીમાડા વટાવી આ સિદ્ધિ દેશના અન્ય રાજ્ય સુધી પોહચી હોવાનું અનેરા ઉદાહરણરૂપ ઘટના પ્રકાશમાં આવી છે.
છતીસઞઢ રાજ્યના મુખ્ય મંત્રી વિજય શર્મા દ્વારા તાજેતરમાં અમદાવાદ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી.
ગાંધી યાર્ડ તથા સરદાર યાર્ડની વિઝીટ કરી ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અર્પણ કરી યાર્ડનુ નિરીક્ષણ કરવામાં આવેલ. ત્યારબાદ સુથારી વિભાગની વિઝીટ કરી બંદીવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ અલગ-અલગ ફર્નીચર તથા અન્ય ચીજવસ્તુઓનુ નિરીક્ષણ કરવામાં આવેલ, બાદમાં રેડીયો પ્રિઝનની સુવિધા, વિડીયો કોર્ટ રૂમની સુવિધા, લીગલ એઈડ ક્લીનીકની સુવિધા અંગે માહિતગાર થયેલ અને જેલમાં ચાલતી સુધારાત્મક પ્રવળત્તિઓ તથા કામગીરીથી વાકેફ થયેલ. તેમજ આ પ્રસંગે જેલોના વડા ડૉ. કે.એલ.એન.રાવ(IPS), પોલીસ મહાનિરીક્ષકશ્રી(જેલ) એ.જી.ચૌહાણ(IPS), જેલ અધિક્ષકશ્રી ડૉ.નિધિ ઠાકુર(IPS), નાયબ અધિક્ષકશ્રીઓ, જેલના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ જેલમાં વિવિધ સુધારાત્મક પ્રવળતિઓ ચલાવતી સંસ્થાના પ્રતિનિધિઓ પણ આ વિઝીટ દરમિયાન હાજર રહેલ હતા. છેલ્લે જેલોના વડાશ્રી ડૉ. કે.એલ.એન.રાવ(IPS)નાઓ દ્વારા માન.નાયબ મુખ્યમંત્રીશ્રી વિજય શર્માનાઓને જેલના બંદીવાનો દ્વારા તૈયાર કરેલ ચરખો તથા અન્ય ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે.
(2:36 PM IST)










